Posts Tagged ‘કમળો’

નસોતર

ઓગસ્ટ 2, 2013

ઉપચાર યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. આ માટે મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી.

નસોતર એ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે. કેમ કે એની કોઈ આડઅસર નથી. આથી કબજીયાતમાં એ નીર્ભયપણે લઈ શકાય. વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે. તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ – ગુમડાં, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત અને અપચામાં ઉપયોગી છે.

(૧) તાવમાં પા(૧/૪) ચમચી નસોતરનું ચુર્ણ દ્રાક્ષના રસ સાથે લેવું.

(૨) નસોતરનું પા ચમચી ચુર્ણ રક્તપીત્તમાં સાકર અને મધ  સાથે લેવું.

(૩) હરસમાં ત્રીફળાના ઉકાળા સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૪) કમળામાં સાકર સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૫) કબજીયાતમાં નસોતરનું પા ચમચી ચુર્ણ નવશેકા પાણી સાથે લેવું.

પીત્ત

ઓગસ્ટ 4, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીત્ત 

(૧) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પીત્ત મટે છે.

(૨) કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પીત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.

(૩) પીત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હીતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખુબ શીતળ છે.

(૪) બીજ વગરની કાળી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ અને હરડેનું ચુર્ણ ૧૦૦ ગ્રામને ખુબ લસોટી એક ચમચી જેટલા મીશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી ૨૦ થી ૨૫ મીનીટ પલાળી રાખવી. પછી તેને પાણીમાં ખુબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક વીકારો- કબજીયાત, ગૅસ, જ્વર, મળની દુર્ગંધ, હૃદયરોગ, લોહીના વીકારો, ત્વચાના રોગો, ઉધરસ, કમળો, અરુચી, પ્રમેહ અને મંદાગ્ની જેવા રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે.

(૫) ૧ લીટર પાણીમાં ૧થી ૧.૫(એકથી દોઢ) ચમચી સુકા(જુના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી ૩ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પીત્તદોષ કે ગરમીથી પીડાતા કે પીત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પીત્તનો તાવ, દાહ-બળતરા, પીત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમ્લપીત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દુઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફુટવી, રક્તસ્રાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સુકો દમ, વધુ પડતી તરસ જેવાં દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વીષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વીષનાશક હોઈ લાભપ્રદ છે

(૬) કોઠાનાં પાનની ચટણી બનાવી પીત્તનાં ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.

(૭) આમલી પીત્તશામક તથા વીરેચક છે. ઉનાળામાં પીત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

(૮) ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવી પીવાથી પીત્તજન્ય વીકારો મટે છે.

(૯) અળવીનાં કુણાં પાનનો રસ જીરુની ભુકી મેળવી આપવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૧૦) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૧૧) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

(૧૨) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પીત્તપ્રકોપ શાંત થાય છે.

(૧૩) પાકાં કેળાં અને ઘી ખાવાથી પીત્તરોગ મટે છે.

(૧૪) જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પીત્તવીકાર મટે છે.

(૧૫) જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પીત્તવીકાર મટે છે.

(૧૬) આમળાનો રસ પીવાથી પીત્તના રોગો મટે છે.

(૧૭) દુધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પીત્તનું શમન થાય છે.

(૧૮) ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી. આવી જ રીતે ગુલાબના ફુલની પાંખડીઓનો બનાવેલો ગુલકંદ પણ પીત્તના રોગોમાં અને એસીડીટીમાં પણ પ્રયોજી શકાય.

(૧૯) સો સો ગ્રામ શતાવરી, જેઠીમધ અને સાકરનું મીશ્રણ કરી ખુબ ખાંડી ચુર્ણ કરવું. એક ચમચી આ ચુર્ણ દુધ સાથે લેવાથી પીત્તના રોગો શાંત થશે.

કમળો

એપ્રિલ 5, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કમળો  (૧) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી રસથી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી કમળો મટે છે.

(૨) એરંડાના પાનની દાંડી દહીંમાં વાટી ત્રણથી સાત દીવસ લેવાથી કમળાના રોગીમાં સ્ફુર્તી અાવે છે.

(૩) ગાયની તાજી છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં ૫ ગ્રામ હળદર નાખી સવાર-સાંજ લેવાથી એક અઠવાડીયામાં કમળો મટે છે.

(૪) હળદરનું ચુર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું સેવન કરવાથી કમળો મટે છે.

(૫) ધોળી ડુગળી, ગોળ અને હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.

(૬) પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે.

(૭) સુંઠ અને ગોળ અથવા આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.

(૮) હીંગને ઉંબરાનાં સુકાં ફળ (ઉંમરાં) સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે.

(૯) ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે. બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે. કમળાની તબીબી સારવાર સાથે પણ એ લઈ શકાય.

(૧૦) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો. ઉપરાંત દુધી, ગાજર, બીટ, કાકડી અને સફરજનનો મીશ્ર રસ લેવો. પપૈયા, લીલી હળદર, લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય. શેરડી ચુસીને ખાવી. ચરબી રહીત ખોરાક લેવો. મદ્યપાનનો ત્યાગ કરવો.

(૧૧) કુંવારપાઠાના ગુંદા ઉપર સહેજ હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ કરી શકાય.

(૧૨) મધ નાખી ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.

(૧૩) રાત્રે ઝાકળમાં શેરડી રાખી સવારે ખાવાથી કમળો મટે છે.

(૧૪) લીંબુની ચીર ઉપર ખાવાનો સોડા નાખી સવારની પહોરમાં ચુસવાથી કમળો મટે છે.

(૧૫) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે કોઠે લેવાથી ત્રણ દીવસમાં કમળો મટે છે.

(૧૬) ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલ અશક્તી અને લોહીની ઓછપ દુર થાય છે.

(૧૭) આરોગ્યવર્ધીનીવટી અને પુનર્નવા મંડુરનું નીયમીત સેવન કરવાથી કમળો મટે છે, અશક્તી દુર થાય છે અને નવું લોહી આવે છે.

(૧૮) દરરોજ તાજા મુળા, કંદમુળ અને મુળાની ભાજીનું શાક ખાવાથી તથા શેરડી ચાવી ચાવીને ખાવાથી કમળો મટે છે. મુળા કમળામાં ઔષધ સમાન છે.

(૨૦) કાચા પપૈયાનું શાક મીઠું (નમક) કે બીજો કોઈ પણ મસાલો નાખ્યા સીવાય ખાવાથી તથા ખાઈ શકાય તેટલું પાકું પપૈયું ખાવાથી કમળો મટે છે. કમળાની અન્ય સારવાર સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

(૨૧) લીમડાનો રસ મધ સાથે પીવાથી કમળો મટે છે.

(૨૨) ત્રીફળાનો, દારુહળદરનો, કડવા લીમડાનો અથવા ગળોનો બે ચમચી સ્વરસ બે ચમચી મધ સાથે સવાર-સાંજ પીવાથી ઉગ્ર સ્વરુપનો કમળો પણ મટી જાય છે.

હળદર

ડિસેમ્બર 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હળદર તીખી, કડવી, સુકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર છે.

હળદર મધુપ્રમેહ, મુત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવીકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ હીતાવહ છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પીત્ત, પીનસ, અરુચી, કુષ્ટ, વીષ, પ્રમેહ, વ્રણ, કૃમી, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

(૧) શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.  આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

(૨) મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

(૩) કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

(૪) એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

(૫) અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

(૬) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

(૭) સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

(૮) સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

(૯) હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

(૧૦) હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

(૧૧) હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

(૧૨) હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

(૧૩) એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

(૧૪) આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

(૧૫) કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

(૧૬) પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

(૧૭) દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

શેરડી

ઓક્ટોબર 29, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

શેરડી : શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે.

શેરડી ગળા માટે હીતાવહ છે. શુક્રશોધન દસ ઔષધોમાં શેરડીની ગણતરી થાય છે. જેમનું વીર્ય વાયુપીત્તાદીથી દુષીત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ.

શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. આ ઉપરાંત શેરડી રક્તપીત્તનાશક, મૈથુનશક્તી વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મુત્ર વધારનાર, શીતળ અને પચવામાં ભારે છે. શેરડી કફ કરનાર છે.

શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ, કેમ કે જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે.

કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબીટીસ ન હોય તો) શેરડી ખુબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે. રતવામાં અને કમળામાં શેરડી સારી.

શેરડીનો  રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે.

શેરડી ચુસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દુર થાય છે.  શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે.

(૧) શેરડી ખાવાથી કમળો મટે છે.

(૨) ગરમ કરેલા દુધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવાથી મુત્રમાર્ગના રોગોમાં રાહત થાય છે.

(૩) રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુપુષ્ટી થાય છે અને વજન વધે છે.

(૪) ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો (કમળી) મટે છે.

(૫) એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી ઘી નાખી પીવાથી વારંવાર થતી હેડકી મટે છે.

(૬) એક ગ્લાસ શેરડીના રસમાં પા(૧/૪) ચમચી  ફુલાવેલો ટંકણખાર નાખી આઠ-દસ દીવસ પીવાથી પેશાબમાં જતી ધાતુ અટકે છે.

(૭) શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.

વેંગણ

ઓક્ટોબર 17, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વેંગણ : વંેગણ પથ્ય શાક છે તેથી રોજ ખાવામાં વાંધો નથી. એ મધુર, ગરમ, તીક્ષ્ણ અને વીપાકમાં કટુ હોવાથી પીત્ત કરે છે.

તે કફવાતનું શમન કરે છે તથા અગ્નીને પ્રદીપ્ત કરે છે. હૃદયને હીતકારી, ભુખ લગાડનાર, શુક્ર ધાતુ વધારનાર, તાવ, ઉધરસ તથા અરુચી મટાડનાર અને પચવામાં હલકાં છે. સફેદ વેંગણ કાળાં વેંગણ કરતાં ગુણમાં ઉતરતાં છે. જો કે સફેદ વેંગણ હરસમાં ગુણ કરે છે. ગરમ હોવાથી માત્ર શીયાળામાં જ ખાવા લાયક છે.

કુમળાં રીંગણાં ઉત્તમ, નીર્દોષ અને સર્વ દોષોને હરનારાં છે. જો કે વધારે પડતાં બીજવાળાં વેંગણ વીષ સમાન છે. શીયાળામાં વેંગણ પથ્ય હોવા છતાં પીત્તપ્રકોપ, અમ્લપીત્ત તથા હરસના દર્દીને અને સગર્ભા સ્ત્રીને માફક આવતાં નથી.

વેંગણ ઝીણો તાવ, કમળો, વાયુ, કફના રોગો અને પથરી મટાડે છે.

(૧) રાંધેલા વેંગણના ટુકડા પર વાલના દાણા જેટલો નવસાર ભભરાવવો. નવસાર ઓગળી જાય ત્યારે બધું ચાવીને ખાઈ જવું. એનાથી કમળો જલદી મટી જાય છે.

(૨) માસીક ઓછું, અનીયમીત કે નાની ઉંમરે જતું રહ્યું હોય તો એકાંતરે દીવસે બાજરીનો રોટલો, રીંગણનું શાક અને ગોળ ખાવાં.

(૩) બરોળ વધી ગઈ હોય તો સવાર-સાંજ એક કુમળું વેંગણ ચાવીને ખાઈ ઉપર ૧/૪ ચમચી શરપંખાના મુળનું ચુર્ણ લેવું.

મુળા

ઓગસ્ટ 12, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મુળા : કુમળા મુળા વાત, પીત્ત અને કફ ત્રણે દોષોને હરે છે. જ્યારે રેસાવાળા ઘરડા મુળા ત્રણે દોષ કોપાવનાર, વધારનાર છે. ઘરડા મુળા કોઈ પણ રોગમાં ખરાબ છે, અપથ્ય છે.

કુમળા મુળા તીખા અને સહેજ કડવા છે, પણ કડવાશ જણાતી નથી. તે હૃદય માટે હીતકારી, આહાર પર રુચી કરાવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પચવામાં હલકા, કંઠ સારો કરનાર, મુત્રનું પ્રમાણ વધારનાર, સોજા મટાડનાર અને સર્વ દોષ હરનાર છે.

ઘરડા મુળામાં પુષ્કળ રેસાઓ હોવાથી પચવામાં ભારે પડે છે અને પચ્યા વગરના મુળા આંતરડામાં સડો ઉત્પન્ન કરે છે. આથી પેટમાં પીત્ત, ગૅસ અને ગુડગુડાટ થાય છે. મોટા મુળા રુક્ષ, ગરમ, પચવામાં ભારે અને ત્રણે દોષ ઉત્પન્ન કરનાર હોવા છતાં તલના તેલમાં કે ઘીમાં પકવ્યા હોય તો ત્રણે દોષોનો-વાયુ, પીત્ત, કફનો નાશ કરનાર છે.

મુળાના પાનનો રસ ખુબ મુત્રલ છે. પેશાબ અટકતો હોય, ઓછો આવતો હોય, સોજા ચડતા હોય તેમને મુળાનું સેવન લાભ કરે છે. જળોદર, હૃદયરોગ અને સોજામાં મુળાની ભાજી ગુણકારી છે. મુળાની ભાજીની સુકવણી કરી હોય તો બારે માસ તેનો ઉપયોગ કરી શકાય. કમળો, ગુદાના વરમ, પેટનો ફુગાવો, ગૅસ, કફ, દમ વગેરે મુળાની ભાજીના સેવનથી મટે છે.

(૧) દુઝતા હરસમાં રોજ સવારે મુળાનાં પાનનો એક કપ રસ પીવાથી લાભ થાય છે.

(૨) હાથ-આંગળાં સડતાં હોય અને પરુ નીકળતું હોય તો મુળાનાં તાજાં સ્વચ્છ પાન બે હાથમાં લઈ બરાબર ચોળ્યા પછી અર્ધાથી એક કલાક સુધી હાથ ધોવા નહીં. સાથે મુળાનો એક કાંદો પાંદડાંથી શરુ કરી ધીમે ધીમે ચાવીને ટોચ સુધી ખાઈ જવો. ખાંડ-ગળપણ, ખટાશ અને નમક થોડા દીવસ બંધ કરવાં. જરુર લાગે તો ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવો.

(૩) મુત્રની બરાબર શુદ્ધી ન થતી હોય તો મુળાના પાનનો રસ એક કપ જેટલો દરરોજ પીવો.

(૪) ચામડી પર એલર્જીનાં ચકામાં થતાં હોય તો મુળાના પાનનો રસ પીવો અને મુળાનો કાંદો ખાવો.

(૫) મુળો ત્રણે દોષોનું શમન કરે છે.

(૬) મુળાનાં પાન તથા કંદને કાચેકાચા ખુબ ચાવીને ખાવાથી જઠર સતેજ બને છે, કકડીને ભુખ લાગે છે, અજીર્ણ મટે છે અને દાંતના રોગ થતા અટકે છે.

(૭) મુળાનાં કાચાં તાજાં પાન ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

(૮) મુળાનો સુપ હેડકી અને દમમાં ઉપયોગી છે.

પીપર

જૂન 15, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીપર પીપર જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચ્યા પછી મધુર, રસાયન, અનુષ્ણ-ગરમ નહીં, તીખી, સ્નીગ્ધ-ચીકણી, વાયુ તથા કફ હરનારી, રેચક, શ્વાસ-દમ, ઉધરસ, પેટના રોગો, તાવ, કોઢ, પ્રમેહ, ગોળો, હરસ-મસા, બરોળ, શુળ અને આમવાતને મટાડનારી છે. આ સર્વ ગુણોને લીધે પીપરને સર્વોત્તમ ઔષધ ગણવામાં આવે છે.

પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર કહીએ છીએ. ઉત્તમ પ્રકારની લીંડીપીપર ગણદેવી અને વલસાડ તરફ થાય છે.

કફપ્રધાન અને વાયુના રોગોમાં પીપરની અસર અદ્ભુત છે. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

લીંડીપીપરને ચોસઠ પ્રહર સુધી ખુબ જ લસોટવાથી જે સુક્ષ્મ બારીક ચુર્ણ થાય તેને ‘ચોસઠ પ્રહરી પીપર’ કહે છે અને લગભગ બધી જ ફાર્મસીઓ બનાવતી હોય છે. બજારમાં ઉપલબ્ધ છે.

(૧) ચોખાના દાણા જેટલું અથવા ચણાના દાણા જેટલું (૦.૧૬ ગ્રામ) ચોસઠ પ્રહરી પીપરનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવામાં આવે તો અરુચી, ઉધરસ, શ્વાસ-દમ, શરદી, એલર્જી, હેડકી વગેરેમાં ફાયદો થાય છે અને ગળોના રસ સાથે લેવાથી હૃદયના રોગો, હાઈ કોલેસ્ટેરોલ, મેદ, કમળો, ક્ષય, વરાધ, ઈઓસોનોફીલીયા, જીર્ણજ્વર, અરુચી અને અગ્નીમાંદ્ય મટે છે. કેટલાક દર્દીઓને આ ઉપચારથી પેટમાં ખુબ જ દાહ-બળતરા થાય છે. આવું થાય ત્યારે ભાતમાં ઘી નાખી ખાવું. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

(૨) પ્રસુતી પછીના તાવમાં, સાંધાના રોગોમાં, કફજ જ્વરમાં, સાઈટીકામાં ચાર લીંડીપીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવું. વજન ઘટાડવા માટે પણ આ ઉપચાર હીતાવહ છે.

(૩) પીપર રસાયન ગુણ ધરાવે છે. એટલે કે એ રસ, રક્ત, માંસ, મેદ વગેરે શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરનાર, વૃદ્ધાવસ્થાને દુર રાખનાર, રોગો થવા ન દેનાર, અને જીવનને લંબાવનાર છે. એ માટે બે લીંડીપીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવું.

(૪) પીપર ગોળ સાથે લેવાથી ખાંસી, અજીર્ણ, અરુચી, શ્વાસ, પાંડુ, કૃમી, જીર્ણ જ્વર, મંદાગ્ની-અગ્નીમાંદ્ય વગેરે મટે છે. લીંડીપીપરના ચુર્ણથી બમણો ગોળ લેવો જોઈએ. વાલના દાણા જેટલું પીપરનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે લેવું. પીપરને ઘુંટવાથી ખુબ જ તીવ્ર, ઉષ્ણ અને સુક્ષ્મ બને છે.

(૫) ત્રણથી ચાર પીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી પ્રસુતી પછીનો જ્વર, સાંધાઓના વાયુપ્રધાન રોગો, કફ જ્વર, ગૃધ્રસી-સાયટીકા વગેરે મટે છે.

(૬) પીપરનો ઉકાળો પીવાથી પેટનો વાયુ-ગોળો મટે છે.

વર્ધમાન પીપ્પલી પ્રયોગ : એક કપ દુધમાં એક લીંડીપીપર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે એ પીપર વાટી-લસોટી તેમાં એક ચમચી મધ નાખી પી જવું. દરરોજ એક એક પીપર વધારતા જવું. પાંચ દીવસ પછી દુધ બે કપ અને મધ બે ચમચી કરવું, અને પીપર દરરોજ એક એક વધારતા જવી. દસમા દીવસે દસ લીંડીપીપર, બે કપ દુધ અને બે ચમચી મધ લીધા પછી એક એક પીપર દરરોજ ઘટાડતા જવી. આ ઉપચારને “વર્ધમાન પીપ્પલી પ્રયોગ” કહે છે. એેનાથી જુની શરદી, શ્વાસ, ઉધરસ, ધીમો તાવ અને ઉદર રોગ, અરુચી, મંદાગ્ની, હૃદયરોગ, પાંડુરોગ અને યકૃત(લીવર)ના રોગો મટે છે.

પંચકોલ ચુર્ણ

જૂન 3, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પંચકોલ ચુર્ણ આયુર્વેદની લગભગ બધી જ ફાર્મસીઓ પંચકોલ ચુર્ણ બનાવતી હોય છે. પીપર, પીપરીમુળના ગંઠોડા, સુંઠ, ચવક અને ચીત્રકના સમાન ભાગે બનાવેલા ચુર્ણને પંચકોલ ચુર્ણ કહે છે. આ ચુર્ણ બે માસ સુધી બગડતું નથી. એટલે જરુર પુરતું બનાવ્યા કરવું.

(૧) ગરમ પાણી સાથે અડધી ચમચી પંચકોલ ચુર્ણ સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, શુળ, ગોળો, આમ-કાચો રસ, કફ, આફરો, અપચો તથા અરુચી મટે છે.

(૨) પંચકોલ ચુર્ણ અડધી ચમચીની માત્રામાં  સવાર-સાંજ લેવામાં આવે તો બે-ચાર દીવસમાં જ જઠરાગ્ની પ્રબળ  બને છે, અને તીવ્ર ભુખ લાગે છે.

(૩) મેલેરીયા પછી બરોળ મોટી થઈ હોય તો પંચકોલ ચુર્ણનો ઉપયોગ કરવો.

(૪) કમળા પછી લીવર બગડયું હોય તો પંચકોલ ચુર્ણ ફળપ્રદ છે.

દ્રાક્ષાવલેહ

એપ્રિલ 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાવલેહ ૮૦૦ ગ્રામ કાળી સુકી દ્રાક્ષ બરાબર ધોઈને દુધમાં વાટીને જાડી પેસ્ટ જેવું બનાવવું. તેમાં ૮૦૦ ગ્રામ સાકરની ચાસણી મેળવી જાયફળ, જાવંત્રી, લવીંગ, એલચી, વાંસકપુર, તજ, તમાલપત્ર, નાગકેસર અને કમળકાકડીની મીંજ દરેકનું દસ-દસ ગ્રામ ચુર્ણ નાખી અવલેહ-ચાટણ તૈયાર કરવું. આ અવલેહ ૧ થી ૨ ચમચી સવાર સાંજ લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, રક્તપીત્ત, ક્ષય, પાંડુ, કમળો, લીવરના રોગો, અરુચી, ઉબકા, અને અશક્તી મટે છે. અવલેહ લીધા પછી ભુખ લાગે ત્યારે જ જમવું. એક ચમચી દ્રાક્ષાવલેહ સવારે, બપોરે અને રાત્રે લેવાથી રક્તસ્રાવ સંબંધી વીભીન્ન રોગો, નાકનો રક્તસ્રાવ, શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા, તથા તૃષ્ણા રોગમાં લાભ થાય છે. એનો મુખ્ય ફાયદો મળશુદ્ધી થઈ જઠરાગ્ની પ્રદીપ્ત થાય, ભુખ લાગે અને વજન વધે તે છે.