Archive for એપ્રિલ 3rd, 2009

ત્રીકટુ

એપ્રિલ 3, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ત્રીકટુ : સુંઠ, લીંડીપીપર અને કાળા મરીના વજનાનુસાર સમાન ભાગે બનાવેલા ચુર્ણને ત્રીકટુ કહે છે. આ ત્રીકટુ અગ્નીને પ્રદીપ્ત કરનાર, દમ, ઉધરસ, ચામડીના વીવીધ રોગો, ગોળો-ગૅસ, પ્રમેહ, કફપ્રકોપ, સ્થુળતા-મેદ, હાથીપગુ અને પીનસ-સળેખમ મટાડે છે.

(૧) અડધીથી એક ચમચી ત્રીકટુ સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉપરની તકલીફ મટે છે. પીત્તપ્રકૃતી કે પીત્તના રોગોમાં ન લેવું.

(૨) અડધી ચમચી જેટલું ત્રીકટુ ચુર્ણ દહીં અને ગોળ સાથે ખાવાથી લાંબા સમયની જુની શરદી અને સળેખમ મટે છે.

(૩) ત્રીકટુ ચુર્ણનો લેપ ઘુંટણ પર કરવાથી ઘુંટણનો વા અને સોજો મટે છે.

મંગલ પ્રદક્ષીણા, મંગલસુત્ર

એપ્રિલ 3, 2009

મંગલ પ્રદક્ષીણા

प्रथमे मंगले यस्य स्मरणं कुरुतामूभौ |

प्रजापति प्रसादात्तु द्वयो सौख्यं भविष्यति ||

द्वितीये मंगलेऽप्यग्नेः स्मरणं संस्मृतं शुभम्|

पुत्रपौत्र सुखं दद्यात् वह्नि प्रीतस्तु सर्वदा ||

तृतीये मंगलेऽपि एवं मुरारी रमया सह |

प्रदद्यात् सुहृदाम् प्रीतिं सर्व शर्म विधायिनीम् ||

चतुर्थ मंगले भगाय नमः इदं भगाय न मम् |

ॐ प्रजापतये नमः इदं प्रजापतये न मम् ||

મંગળ સુત્ર

सूत्रं मांगल्य संयुक्तं कंठे बध्नामि ते प्रिये |

सौख्यमेवं सौभाग्यं द्योतकं सुमनोहरम् ||

સુત્ર માંગલ્ય ઓતપ્રોત કંઠારોપું મનોહર,

દ્યોતક સખ્ય તણું ખરે તથા સૌભાગ્ય તુજ પ્રીયે.

હે પ્રીયે ! મંગળ ભાવના વડે ઓતપ્રોત આ મનોહર સુત્ર તારા ગળે આરોપીત કરું છું. એ આપણા સાહચર્ય અને તારા સૌભાગ્યનું પ્રતીક છે.

Oh my beloved ! I put on to you this beautiful necklace which has absorbed auspiciousness and is saturated with it. It is a symbol of our friendship and your eternal happy married life.