Archive for સપ્ટેમ્બર 9th, 2010

બાળકોના ઝાડા

સપ્ટેમ્બર 9, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાળકોના ઝાડા (૧) જાયફળ અને સુંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે  ઝાડા થતા હોય તો તે મટે છે.

(૨) સુંઠને પાણીમાં ઘસી, તેમાં ઘી અને ગોળ મેળવી, અગ્ની પર સીઝવી, ચાટણ કરીને ચટાડવાથી બાળકોની આમસંગ્રહણી મટે છે.

(૩) દાડમના ફળની છાલ પાણીમાં ઘસી પાણી સાથે મેળવીને પાવાથી બાળકોનો અતીસાર મટે છે.

(૪) બાળકના ઝાડા બંધ કરવા દાડમની છાલ પથ્થર પર ઘસી મધમાં ચટાડવું.

(૫) થોડા તલ અને સાકર વાટી મધમાં ચટાડવાથી બાળકોના લોહીના ઝાડા મટે છે.

(૬) બે એલચી અને એક ચમચી ખસખસ બદામી થાય ત્યાં સુધી શેકી વાટીને મધ અથવા વાટેલી સાકર સાથે ચટાડવાથી બાળકના ઝાડા મટે છે.