Archive for સપ્ટેમ્બર 1st, 2010

બહુમુત્ર

સપ્ટેમ્બર 1, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બહુમુત્ર

(જુઓ ‘પેશાબ વારંવાર’ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2010/08/16/)  (૧) અજમો અને તલ એકત્ર કરી, પીસીનેફાકી મારવાથી બહુમુત્ર રોગ મટે છે.

(૨) આદુનો રસ અને ખડી સાકર પાણીમાં નાખી પીવાથી બહુમુત્ર મટે છે.

(૩) આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે.

(૪) આમળાનું ચુર્ણ સાકર સાથે ખાવાથી બહુમુત્ર મટે છે.

(૫) આમળાના ૨૦ ગ્રામ રસમાં એક પાકું કેળું છુંદીને મેળવી ૫ ગ્રામ સાકર નાખી ખાવાથી સ્ત્રીઓનો બહુમુત્રનો રોગ મટે છે.

(૬) દરરોજ રાત્રે સુવાના એક કલાક અગાઉ ચારેક નંગ ખજુર ચાવીને ખાઈ ઉપર એક કપ દુધ પીવાથી રાતે પેશાબ કરવા ઉઠવું પડતું નથી.

(૭) પાકા અનનાસના નાના નાના કકડા કરી પીપરનું ચુર્ણ ભભરાવી ખાવાથી બહુમુત્રનો રોગ મટે છે.

(૮) પાકા અનનાસની છાલ અને અંદરનો કઠણ ભાગ કાઢી નાખી બાકીના ભાગનો રસ કાઢી, જીરુ, જાયફળ, પીપર અને સંચળની ભુકી તથા સહેજ અંબર નાખી પીવાથી બહુમુત્રનો રોગ મટે છે.

(૯) મેથીની ભાજીનો ૧૦૦ ગ્રામ રસ કાઢી ૧.૫ ગ્રામ કાથો અને ૩ ગ્રામ સાકર મેળવી પીવાથી બહુમુત્રનો રોગ મટે છે. (૧૦) પાકાં કેળાં સારા એવા પ્રમાણમાં ખાવાથી બહુમુત્ર મટે છે.

(૧૧)  વડની છાલનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ૧-૧ ગ્લાસ ભરીને પીવાથી  બહુમુત્રની તકલીફ મટે છે.

(૧૨) એક ચમચો શીંગોડાનો લોટ, એક ચમચો સાકરનું ચુર્ણ અને એક ચમચી ઘી સવારે નરણા કોઠે તથા સાંજે નીયમીત લેતા રહેવાથી બહુમુત્રની ફરીયાદ મટે છે.

(૧૩) વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તો રોજ પા(૧/૪) ચમચી અજમાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે સવારે અને રાત્રે ખુબ ચાવીને ખાવું. એનાથી થોડા  દીવસોમાં પેશાબનું પ્રમાણ પુર્વવત્ થઈ જશે. ડાયાબીટીસ હોય તેમણે આ ઉપચાર કરવો નહીં. મોટી ઉંમરના જે બાળકો રાત્રે ઉંઘમાં પથારીમાં પેશાબ કરી જાય છે તેઓએ પણ આ ઉપચાર થોડા દીવસ કરવો જોઈએ. આની સાથે જો કાળા તલ, અજમો અને ગોળ આપવામાં આવે તો જલદી સાજા થઈ જાય છે. જેમને વારંવાર શીળસ નીકળતું હોય તેમને પણ આ ઉપચાર ઉપયોગી થાય છે.

(૧૪) તાજાં પાકાં આમળાંના ચારથી છ ચમચી રસમાં બે ચમચી સાકર અને એક પાકું કેળું છુંદીને મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી થોડા દીવસમાં સ્ત્રીઓનો સોમરોગ (વારંવાર પેશાબ) મટે છે.

(૧૫) મુત્રમાર્ગના રોગો મટાડવા માટે સરખા ભાગે ગળો, ગોખરું, આમળાં અને પુનર્નવાનો ભુકો કરી એક ચમચી આ ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવો.