Archive for સપ્ટેમ્બર 6th, 2010

બાળકોની ઉધરસ

સપ્ટેમ્બર 6, 2010

બાળકોની ઉધરસ (૧) ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી બાળકોની ઉધરસ મટે છે.

(૨)  દાડમના રસનું ચાટણ અથવા તેના ફળની છાલ પાણીમાં ઘસી ચટાડવાથી બાળકોની ઉધરસ મટે છે.

(૩) એલચીને ઘીના દીવા પર સહેજ શેકવી પછી તેને વાટી મધ સાથે ચટાડવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

(૪) દીવસમાં ચારેક વખત બાળકને સહેજ સહેજ  કોપરેલ ચટાડવાથી ખાંસી મટી જાય છે.

(૫) વાંસના ઝાડમાંથી નીકળતા સફેદ ગર્ભને વંશલોચન કહે છે. એનો ૧-૧ ચમચી પાઉડર દર ચારેક કલાકના અંતરે મધ સાથે ચટાડવાથી બાળકોની ખાંસી મટે છે.