Archive for ઓક્ટોબર 26th, 2010

માથાનો દુખાવો

ઓક્ટોબર 26, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) આમળાનું ચુર્ણ, ઘી અને સાકર સરખે ભાગે લઈ પ્રાત:કાળે ખાવાથી માથાનું શુળ મટે છે.

(૨) ગરમીને લીધે માથુ દુ:ખતું હોય તો ડુંગળી કાપીને સુંઘાડવાથી કે બારીક પીસીને પગને તળીયે ઘસવાથી શીરદર્દ મટે છે.

(૩) ગાયના દુધમાં સુંઠ ઘસી લેપ કરવાથી અને તેના પર રુ લગાડવાથી સાત-આઠ કલાકમાં માથાનો ભયંકર દુ:ખાવો મટે છે.

(૪) તજ પાણીમાં ઘસી ગરમ કરી લમણા પર લેપ કરવાથી અથવા તજનું તેલ કે તજનો અર્ક લમણા પર ચોળવાથી શરદીથી દુ:ખતું માથું મટે છે.

(૫) જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(૬) દ્રાક્ષ, પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(૭) લવીંગને પાણીમાં લસોટી કે વાટી જરા ગરમ કરી માથામાં અને કપાળમાં ભરવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(૮) સરગવાના પાનના રસમાં મરી પીસી લેપ કરવાથી મસ્તકશુળ મટે છે.

(૯) સરગવાનો ગુંદર દુધમાં પીસી માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૦) સરગવાનાં બી અને મરીનું ચુર્ણ સુંઘવાથી છીંકો આવી શીરદર્દ મટે છે.

(૧૧) ગાયનું તાજું ઘી તથા દુધ એકત્ર કરી આંખમાં આંજવાથી માથાનો દુખાવો મટે છે તથા આંખ લાલ થતી અટકે છે.

(૧૨) જો માથાના દુખાવામાં વાયુદોષ કારણભુત હોય તો ગરમ પાણી અથવા સુંઠવાળું ગરમ પાણી પીવું.

(૧૩) એક એક ગ્લાસ તરબુચનો રસ દીવસમાં ત્રણ-ચાર વાર દર ત્રણેક કલાકના અંતરે પીવાથી માથાનો દુખાવો મટે છે. એનાથી એ જડમુળથી પણ મટી શકે છે. તરબુચના રસમાં કશું પણ મેળવવું નહીં. આ પ્રયોગમાં તરબુચ ખાવાને બદલે તરબુચનો રસ જ વધુ અસરકારક રહે છે.

(૧૪) આમલીનું શરબત કે આમલીનો ઘોળ સાકર નાખી દર ચાર કલાકે એક એક ગ્લાસ પીવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૫) ગરમીથી માથું દુખતું હોય તો કપાળ પર વડનું દુધ લગાડવાથી મટે છે.

(૧૬) રાત્રે ગરમ પાણીમાં બદામ ભીંજવી રાખી, સવારે ફોતરાં કાઢી, બારીક પીસી, દુધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવવી. (બદામની ખીર વધારે ઉકાળવી નહીં, નહીંતર પાચક દ્રવ્યો નાશ પામે છે.) આ ખીર ૨૦-૪૦ ગ્રામ જેટલી ખાવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૭) બદામ અને કપુર દુધમાં ઘસી માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૮) ૧-૧ ચમચી પીપરનો પાઉડર મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૯) ૧ ચમચી નમક મોંમાં મુકી ખાઈ જવાથી અને પછી પંદર-વીસ મીનીટ બાદ એક મોટો ગ્લાસ પાણી પીવાથી માથાનો દુખાવો મટે છે. જરુર જણાય તો પાંચ છ કલાક બાદ આ પ્રયોગ ફરીથી થઈ શકે. દીવસમાં વધુમાં વધુ બે વખત કરી શકાય.

(૨૦) બોરસલ્લીનાં ફુલ મસળીને કે બોરસલ્લીનું અત્તર સુંઘવાથી સીરદર્દ મટે છે.

(૨૧) સુંઠના ચુર્ણને છીંકણીની જેમ સુંઘવાથી ઉપરાઉપરી છીંકો આવી માથું ઉતરી જાય છે.

(૨૨) સુંઠ કે લીલું જાયફળ પથ્થર પર ઘસી કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

(૨૩) હરડે, બહેડાં, આમળાં, હળદર, ગળો, કરીયાતુ અને લીમડાની આંતરછાલનો ઉકાળો પીવાથી માથાનો દુખાવો કાયમ માટે મટે છે.

(૨૪) ધાણા, જીરુ અને સાકર સમભાગે પાણી સાથે ફાકવાથી ગરમીથી ચડેલું માથું ઉતરે છે.

(૨૫) ખુબ કફ અને શરદીને લીધે માથું દુખતું હોય તો અક્કલગરાના નાના નાના બેત્રણ ટુકડા મોંમાં દાંત નીચે દબાવી રાખી સોપારીની જેમ રસ-સ્વાદ લેતા રહેવાથી રાહત થાય છે.

(૨૬) નેપાળાનાં બીનાં મીંજ પાણીમાં ખુબ ઝીણાં લસોટી કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. નેપાળો ખુબ ગરમ અને તીવ્ર વીરેચક છે.

(૨૭) બોરસલીનાં ફળોનું ચુર્ણ કરી સુંઘવાથી માથાનો દુખાવો મટે છે.

(૨૮) અકારણ માથાનો દુખાવો થતો હોય, ગુસ્સો અને ચક્કર તથા અંધારાની ફરીયાદ હોય તો રોજ સવારે સુર્ય ઉગવા પહેલાં એક કપ ગરમ દુધમાં પ્રમાણસર સાકર અને એક ચમચી ઘી નાખી પીવાથી લાભ થાય છે.

(૨૯) સમાન ભાગે સુંઠ અને હળદરના ચુર્ણમાં ગરમ પાણી નાખી પેસ્ટ બનાવી લેપ કરવાથી લેપ જેમ જેમ સુકાતો જાય તેમ તેમ માથાનો દુખાવો મટવા લાગે છે.