Archive for ઓક્ટોબર 8th, 2010

ભગંદર

ઓક્ટોબર 8, 2010

ગુદા અને તેની આસપાસના અવયવમાં થતો નારો કે નાસૂરનો એક રોગ; ગુદા અને વૃષણ વચ્ચે થતું ગૂમડું. શતપાનક, ઉષ્ટ્ગ્રીવ, પરિશ્રાવી, શંબૂકાવર્ત અને ઉન્માર્ગી એ પાંચ જાતનાં ભગંદર થાય છે. અંદરથી માંસનો ખરાબો થતો જાય અને બહારથી રૂઝ આવતી જાય એવું દેખાય છે. તે મહાવ્યાધિ માંહેનો એક રોગ છે. ઉપાયમાં લંઘન કરવું, વિરેચન કરવું અને ત્રિફળા, ભેંસાગૂગળ તથા વાવડિંગનો કવાથ પીવો, કસરત, મૈથુન, યુદ્ધ, ઘોડાની સવારીનો ત્યાગ કરવો. (સૌજન્ય: ગુજરાતી લેક્ષીકોન)

૧. ખેરની છાલ, હરડે, બહેડાં અને આમળાં સમાન ભાગે ખાંડી ૨૦ ગ્રામ ભુકો બે ગ્લાસ પાણીમાં એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી પછી ગાળીને એક ચમચી વાવડીંગનું ચુર્ણ મેળવી પીવાથી ભગંદર રોગ મટે છે.

૨.  ત્રિફળા ૧૦ ગ્રામ, પીપર ૧૦ ગ્રામ, ગૂગળ ૫૦ ગ્રામ લઈ એનું ચૂર્ણ બનાવી રોજ અઢી ગ્રામ જેટલું મધ સાથે ખાવું. આથી રક્તશુદ્ધી પણ થશે.

૩. સ્થાનિક ઉપચારમાં જાત્યાદિ તેલ કે સુવર્ણક્ષરી તેલનું પોતું મળદ્વારમાં દિવસમાં ૪-૫ વાર  મૂકવાથી ફાયદો થાય છે.

૪. ભગંદર અને નાસૂરમાં કાંટાળા થોરનું દૂધ મૂકવું. પારસ પીપળાનાં ફળનો રસ પણ મૂકી શકાય.

૫. હળદર, આકડાનું દૂધ, સિંધાલૂણ, ગૂગળ, કરેણના મૂળ, ઈંદ્રજવ દરેક ૧૦ ગ્રામ લઈ તેની ચટણી બનાવી તેમાં ૫૦ ગ્રામ તેલ અને ૨૫૦ ગ્રામ પાણી નાખી ઉકાળવું. પાણી બળી ગયા પછી તેલ ગાળી લઈ એનું પોતું મુકવું. નસોતર, તલ, નેપાળાના મૂળ, મજીઠ, સિંધવ, છાશનો લેપ વ્રણ ઉપર મૂકવો.

૬. ત્રીફળા ગુગળની બે બે ગોળી સવાર-સાંજ લેવાથી ભગંદર, નાસુર, રક્તવીકાર મટે છે, મેદ પણ ઘટે છે.