Archive for ઓક્ટોબર 12th, 2010

મગજની ગરમી

ઓક્ટોબર 12, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) આમળાંના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો મગજની ગરમી ઘટે છે.

(૨) ખટમીઠા દાડમનો ૨૦૦ ગ્રામ રસ લઈ, ૨૫ ગ્રામ મમરાનો લોટ અને ૨૫ ગ્રામ સાકર મેળવી પીવાથી મગજની ગરમી મટે છે.

(૩) એરંડાના પાન પર માખણ કે ઘી ચોપડી તાળવા પર બાંધવાથી મસ્તકની ગરમી મટે છે.

(૪) કોળાનો મુરબ્બો (જુઓ  લીંક https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/)) ખાવાથી માથાની ગરમી, ભ્રમ, ચકરી, ઉન્માદ વગેરે મટે છે.