Archive for ઓક્ટોબર 9th, 2010

ભસ્મક

ઓક્ટોબર 9, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીત્ત બગડવાથી વીદગ્ધાજીર્ણ થયું હોય છતાં પથ્ય ન પાળે તો પીત્તનો અધીક પ્રકોપ થવાથી ભસ્મક રોગ થાય છે. પ્રકુપીત થયેલું પીત્ત હોજરીમાં ગરમી વધારી દે છે. આથી આખો દીવસ ભુખ રહ્યા કરે છે. ગમે તેટલો આહાર લેવા છતાં સંતોષ થતો નથી. જમ્યા પછી પણ ભુખ લાગે. જેટલું ખાય તેટલું ઓછું પડે. આહાર વધારે હોવા છતાં દર્દી દુબળો પડે. આહાર ન આપવામાં આવે તો જઠરાગ્ની તેને ભસ્મ કરી નાખતો હોવાથી આ રોગને ભસ્મક કહ્યો છે.

(૧) આ રોગમાં ભેંસનાં ઘી-દુધ, કેળાં, ખજુર, માવાની મીઠાઈઓ જેવો પચવામાં ભારે આહાર આપવો. ચાર-પાંચ હીમેજ રોજ રાત્રે ચાવીને ખાવી. સવાર-સાંજ એક ગ્લાસ ભેંસના દુધમાં બે ચમચી ઘી અને બે ચમચી સાકર નાખી પીવું.

(૨) ઘીમાં પાકાં કેળાં ખાવાથી અથવા કેળનો રસ પીવાથી ભસ્મક રોગ મટે છે.

(૩) દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દીવેલ એક કપ દુધમાં અથવા એક ચમચી ઘીમાં લેવાથી ભસ્મક રોગ મટે છે.

(૪) એક મુઠ્ઠી ચણા રાતે પાણીમાં પલાળી રાખી સવારે એ પાણી ગાળીને પીવાથી થોડા દીવસોમાં ભસ્મક રોગ મટે છે.

(૫) શેરડીનો શુદ્ધ રસ દીવસમાં બે-ત્રણ વાર પીતા રહેવાથી ભસ્મક રોગ મટે છે.

(૬) બધો જ ખોરાક બંધ કરી માત્ર કેળાં જ ખાવાથી ભસ્મક રોગ મટે છે.

(૭) ફણસ અને ખજુર ખાવાથી ભસ્મક રોગ શાંત થાય છે.

(૮) ઘી, કેળાં, ખજુર, ફણસ, માવાની મીઠાઈઓ ખાવાથી દુર્જર ભસ્મક રોગ શાંત થાય છે.