Archive for ઓગસ્ટ 5th, 2009

મસુર

ઓગસ્ટ 5, 2009

મસુર : મસુર વાયડા છે. આથી એની સાથે તેલ લેવું જરુરી છે.

બહુ ઝાડા થતા હોય તેમાં મસુર ઉત્તમ છે. મસુરમાં લોહનું પ્રમાણ પણ સારું હોઈ મરડાવાળા માટે હીતકારી છે.

દુઝતા હરસમાં મસુરની દાળ ગુણકારી છે.

મસુર પાકમાં મધુર, ઝાડાને રોકનાર, શીતળ, હલકા, રુક્ષ અને વાયડા છે. એ કફ, પીત્ત કે રક્તપીત્તને મટાડનાર, તાવનો નાશ કરનાર, બલકર તથા બૃંહણ(વજન બધારનાર) છે.

મસુરમાં લોહનું પ્રમાણ વધારે હોવાથી તેની દાળનો છુટથી ઉપયોગ કરવો જોઈએ. મસુરમાં ગંધકનું પ્રમાણ નહીં જેવું હોવાથી તે મગની જેમ સુપાચ્ય છે.

મસુરનાં છોતરાંમાં એક કડવા પદાર્થ સીવાયનો રેસાવાળો બીજો નકામો પદાર્થ ઘણો હોય છે. આથી છોતરાં કાઢી નાખ્યા પછી તેનો જે લોટ હોય છે તે બહુ સત્ત્વવાળો હોય છે. તેમાં વટાણા અને સોયાબીન કરતાં એલ્યુમીનૉઈડ્સ વધારે હોય છે.