Archive for ઓક્ટોબર 2nd, 2009

વડ(ચાલુ)

ઓક્ટોબર 2, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૨૧) વડનાં લીલાં પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે.  (૨૨) પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મુળની છાલનો ઉકાળો બનાવી પીવો. (૨૩) ભેંસના તાજા દુધમાં વડનું થોડું દુધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દુધના સેવનથી પ્રમેહ રોગ મટે છે. (૨૪) દાંત દુખતા હોય, હલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરીયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કુચો કરી દાંત અને પેઢા ઉપર ખુબ ઘસવું. લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું. આવી સ્થીતીમાં વડવાઈનું દાતણ પણ ખુબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું. વડના મુળની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો. (૨૫) ઝાડામાં લોહી પડતું હોય તો વડની છાલનો ઉકાળો લેવો. કુણી વડવાઈઓ કે કુણા પાનનો ઉકાળો કરીને પીવાથી પણ ફાયદો થાય છે. (૨૬) હરસમાં લોહી પડતું હોય, નસકોરી ફુટતી હોય કે મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ, કુણાં પાન, કુણી કુંપણોનો ઉકાળો પીવાથી લાભ થાય છે. (૨૭) વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટીક છે. (૨૮) પેટમાં કૃમી હોય તો વડવાઈના કુમળા અંકુરનો ઉકાળો કરીને પીવો. (૨૯) પેશાબ ઓછો આવતો હોય, બળતરા સાથે આવતો હોય, અટકી અટકીને આવતો હોય તો વડના સુકાં પાદડાંનો ઉકાળો પીવો. (૩૦) પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો. બાકી