Archive for એપ્રિલ 11th, 2010

કાનના રોગો

એપ્રિલ 11, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાનના રોગો વાત, પીત્ત, કફ તથા વાતપીત્ત, વાતકફ અને પીત્તકફના કોપાવાથી કાનના રોગો થાય છે.

(क) વાયુના કર્ણરોગના કારણોમાં ચણા, ચોળા, વટાણા, વાલ, ગવાર, વાસી ખોરાક, કુલફી, આઈસ્ક્રીમ, ઠંડાં પીણાં, કોદરી, લુખા ખાખરા, લુખા મમરા, કારણ વીના લંઘન, ઉજાગરા, વધુ પડતું ચાલવું, પદયાત્રા, પંખાનો પવન, ઠંડો પવન, માથાબોળ ઠંડું સ્નાન, વધુ વ્યાયામ, વાગવું, વધુ પરીશ્રમ, ઠંડી ઋતુમાં ઠંડા પાણીમાં તરવું, અતીશય બોલવું, ચીંતા, ભય, દુખ વગેરે છે.

(ख) પીત્ત…..તીખો, ખાટો, ખારો, ઉષ્ણ, તીક્ષ્ણ અને ગરમાગરમ ખોરાક પીત્તકારક છે. તમાકુ તથા બીડીનું સેવન, અતી પરીશ્રમ, દીવસની નીદ્રા, અતી મૈથુન, કારણ વીનાના ઉપવાસ, સુર્યનો અને અગ્નીનો તાપ, અડદ, વધુ પડતાં ખાટાં-તીખાં અથાણાં, વધુ પડતું આદુ કે સુંઠ, વધુ પડતી ખાટી-તીખી કઢી, કોકમ, ખાટી કેરી, ખાટાં ખમણ, ખાટાં પીણાં, ખાટું દહીં, ખાટી છાસ, ખાટાં જામફળ, વધુ પડતાં ટામેટાં, તળેલા આહારનું વધુ સેવન, ભીંડા, તીખાં મરચાં, મરી, વધુ પડતું મીઠું (નમક), બાજરી, ઘરડા તીખા મુળા, મોગરી, બીવાળાં રીંગણ, રાઈ, વધુ પડતું લસણ, વધુ પડતું લીંબુ, વાસી ખોરાક, સુકવણી કરેલો આહાર, સરગવો વગેરે કાનના પીત્તથી થતા રોગો કરે છે. જો કે કાનના રોગોમાં પીત્તજ કારણો ઘણાં ઓછાં હોવાથી પીત્તજ કર્ણરોગનું પ્રમાણ નહીંવત્ જોવા મળે છે.

(ग) કફ….. અડદ, આઈસક્રીમ, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળી દ્રાક્ષ, કુલફી, કેળાં, ખાટાં પીણાં, ખાંડ, ગોળ, ઘી, ચીકુ, ખાટી છાસ, જમરુખ, ટામેટાં, ઠંડાં પીણાં, ડુંગળી, તરબુચ, તલ, દહીં, દીવસની ઉંઘ, દુધ, બીસ્કીટ, ભીંડા, નારંગી, પાંઉ, ફ્રીજનું પાણી, ફ્રુટ જ્યુસ, ફ્રુટ સલાડ, બરફ, માખણ, માંસ, મીઠાઈ, વધુ પડતું મીઠું (નમક), વેજીટેબલ ઘી, શીખંડ, શીંગોડાં, શેરડીનો રસ, તરવું, ઠંડા પાણીથી સ્નાન વગેરે કફજન્ય કર્ણરોગનાં કારણો છે.

(घ) બે દોષનાં કરણો એક સાથે ભેગાં થાય ત્યારે દ્વીદોષજ કર્ણરોગ થાય છે. જેમ કે આઈસક્રીમ, કુલફી, ફ્રીજનું પાણી ઠંડો પવન વગેરેથી કફવાતજ કર્ણરોગ થાય છે.

(च) ત્રીદોષજ કર્ણરોગમાં ત્રણે દોષ કારણભુત હોય છે. જેમ કે ઘરડા મુળા, વાસી ભોજન, ક્રોધ, પરીશ્રમ, ઠંડી વગેરે કારણો એક સાથે થવાથી ત્રીદોષજ કર્ણરોગ થાય છે.  (छ) વાયુથી થતા કાનના કોઈપણ રોગમાં કાનમાં જાત જાતના અવાજ આવે છે, દુખાવો થાય છે, સોજો આવે છે, લાલાશ દેખાય છે તથા કાનમાંથી પાતળો સ્રાવ થાય છે અને બહેરાશ આવે છે.

(ज) પીત્તથી થતા કર્ણરોગમાં કાનમાં સોજો આવે છે, લાલાશ દેખાય છે, કરવતથી કપાતું હોય એવી તીક્ષ્ણ વેદના અને દાહ થાય છે તથા પીળો દુર્ગંધયુક્ત સ્રાવ થાય છે.

(झ) કફથી થતા કર્ણરોગમાં વીપરીત શબ્દ સંભળાય છે, કાનમાં ખંજવાળ આવે છે.

(ट) ત્રીદોષથી થતા કર્ણરોગમાં જે દોષની પ્રબળતા હોય તે મુજબ લક્ષણો જોવા મળે છે. વાયુની પ્રબળતામાં પાતળો, કાળો કે ફીણવાળો સ્રાવ, પીત્તની પ્રબળતામાં પીળો, લાલ લોહીવાળો, દુર્ગંધયુક્ત, પાતળો અને ગરમ સ્રાવ, તેમ જ કફની પ્રબળતા હોય તો  સફેદ, ઘટ્ટ, ચીકણો અને પ્રમાણમાં વધુ સ્રાવ થાય છે.

(૧) હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.

(૨) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરું નીકળતું હોય તો બંધ થાય છે.

(૩) ફુલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી  ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરું નીકળતું બંધ થાય છે. (૪) સરસીયાના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.

(૫) તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. અા તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.

(૬) કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સીંધવનો બારીક પાઉડર મીશ્ર કરી કાનમાં દરરોજ દીવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફ દુર થાય છે.

(૭)  આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૮) આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૯) નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૧૦) તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.

(૧૧) લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસીયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બબ્બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરું, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.

(૧૨) હીંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મુકવાથી તીવ્ર કર્ણશુળ મટે છે.

(૧૩) સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

(૧૪) આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે. (૧૫) વડના દુધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

કાનમાં અવાજ થયા કરે ત્યારે-કર્ણનાદ  વીકૃત થયેલો કે અવળી ગતીવાળો વાયુ શબ્દનું વહન કરનારી શીરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંતઃકર્ણમાં આવેલ કોકલીયા નામના અંગની વીકૃતી થાય છે. આ રોગમાં આ મુજબ શક્ય ઉપચાર કરવા.

(૧) બકરીના મુત્રમાં સીંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાં.

(૨) કપાસના જીંડવાનો રસ કાનમાં નાખવો.

(૩) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો.

(૪) બકરીના મુત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો.

(૫) સરસવ તેલથી કાન ભરી દેવો.

(૬) લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

(૭) ગળોનો રસ સહેજ ગરમ કરી દીવસમાં ચારેક વખત કાનમાં પાંચ-સાત ટીપાં નાખવાથી કર્ણનાદ અને કર્ણશુળ મટે છે.

(૮) કર્ણનાદ એ કફજનીત રોગ છે. સમભાગે સુંઠ, ગોળ અને ઘીનો સોપારી જેવડો લાડુ બનાવી દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી પાચનશક્તી સુધરી કર્ણનાદ મટે છે.  (૯) મધ ૧ ભાગ, આદુનો તાજો રસ ૨ ભાગ, તલનું તેલ ૧ ભાગ અને સહેજ સીંધવનું મીશ્રણ દીવસમાં ત્રણેક વખત કાનમાં થોડું થોડું મુકતા રહેવાથી કાનમાં થતો વીચીત્ર અવાજ-કર્ણનાદ લાંબા સમયે મટે છે.

કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

કાનમાં જંતુ જાય ત્યારે  મધ, દીવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.

કાનમાં પરું  કાનમાંથી પરુ નીકળતું હોય તો કાન સાફ કરીને નીચે દર્શાવેલ શક્ય ઉપાય કરવા.

(૧) મધમાં સીંદુર મેળવી બબ્બે ટીપાં સવારે અને રાત્રે કાનમાં નાખવાં.

(૨) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસીયુ અને થોડી હળદર નાખી ચારગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ સીદ્ધ કરવું. આ તેલનાં બેત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં.

(૩) કાનમાંથી પરું વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દુધનાં ટીપાં નાખવાથી મટી જાય છે.

(૪) લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરું બંધ થાય છે. 

કાનની બહેરાશ (૧) કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તી ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દુધમાં ૧ નાની ચમચી વાટેલું જીરુ નાખી પીવાથી લાભ થાય છે.

(૨) સમભાગે હીંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દીવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશ મટે છે.

(૩) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.

(૪) ગાયનું જુનું ઘી ખાવામાં વીશેષ વાપરવું.

(૫) રુમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી.

(૬) ઉત્તમ હીંગની ભુકી રુમાં મુકીને કાનમાં રાખવી.

(૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું.

(૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વીજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે.

(૯) સરસવના તેલમાં દશમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.

(૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.

(૧૧) સુંઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘુંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે.

(૧૨) ધોળી ડુંગળીનો તાજો રસ સહેજ હુંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં મુકવાથી સાધારણ બહેરાશ હોય તો તે મટે છે.

કાનમાં કીડા પડવા  કર્ણસ્રાવ, કર્ણપાક, વીદ્રધી (ગુમડું)  જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી કે વાતાદી દોષોથી કાનમાં સડો પેદા થાય છે, અને તેમાં કીડા પેદા થાય છે. એમાં આ મુજબના શક્ય ઉપાયો કરવા.

(૧) સ્વમુત્ર કાનમાં નાખવું.

(૨) લીમડાના રસમાં કકડાવેલું સરસીયું કાનમાં નાખવું.

(૩) ગોમુત્ર સાથે હરતાલનું ચુર્ણ પીસીને કાનમાં નાખવું. (૪) સરકામાં પાપડીયો ખારો, અજમો અને ઈન્દ્રાયણનો ગર્ભ મેળવી કર્ણપુરણ કરવું.

(૫) દુધીયા વછનાગ(કલીહારી)ના મુળનો રસ કાઢી તેમાં થોડું ત્રીકટુ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ) મેળવી કાનમાં નાખવાથી કૃમી તદ્દન મરી જાય છે.

કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહીં.

(૧) સ્વમુત્રનાં ટીપાં કાનમાં નાખવાં.

(૨) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં.

(૩) મરીચ્યાદી તેલ ગરમ કરીને કાનમાં નાખવું.

(૪) ત્રીફળાના કાઢા વડે કે લીમડાના ઉકાળાથી કાન સાફ કરવો.

(૫) રોજ રાત્રે ત્રીફળા ચુર્ણ કે હરડે ચુર્ણની ફાકી કરવી. કાનમાં કંઈક ભરાઈ જવું.. માખી, બગાઈ, મકોડા, કાનખજુરો વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળીયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પીચકારીનો ઉપયોગ કદી ન કરવો. એ વસ્તુઓને ટુકડા કરીને કાઢવી. ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું.

કાનમાં કીડો કે જંતુ પ્રવેશી ગયું હોય તો આમાંથી શક્ય ઉપાય કરવા.

(૧) ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે.

(૨) ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો.

(૩) જાંબુના પાનનો રસ કાનમાં ભરી દેવો.

(૪) ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જશે, પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે.

(૫) મધનાં કે દારુનાં ટીપાં કાનમાં નાખવાં.

કાનનો મેલ કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતીમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે. આ મેલ કાઢવા ગરમ કરેલું સરસીયું કે તલનું તેલ કાનમાં નાખવું.

કાનની સંભાળ (૧) કાન ખોતરવા નહીં.

(૨) કાનમાં ફુંક ન મારવી.

(૩) ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.

(૪)  માથા પર મારવું નહીં.

(૫) ઘોંઘાટથી દુર રહેવું.

(૬) નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં ખોસવાં.

(૭) સ્નાન કર્યા પછી ચોખ્ખા ટુવાલ વડે કાન લુછવા.

(૮) નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં (૯) ગરમ દવાનું અતીશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસત્ત્વ મધ સાથે લેવું.

કાનના રોગોમાં પથ્ય (૧) નીચેનો ખોરાક લઈ શકાય. અજમો, અથાણાં(તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી(તીખી), કાજુ, કોથમીર, કોબી, કોલીફ્લાવર, ખજુર(થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ(પાતળી અને મોળી), જીરુ, પરવળ, પાન, પાપડ(અડદ સીવાયના), પાલખ, બટાટા(થોડા), સીંગતેલ(થોડું), હળદર, હીંગ વગેરે.

(૨) નીચેનો આહાર ન લેવો:

અડદ, આઈસક્રીમ, આમલી, અંજીર, ઈંડાં, કાકડી, કુલ્ફી, કેરી, કોકમ, કેળાં, ખાંડ, ગવાર, ઘી(ભેંસનું), ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળાં, ટેટી, ઠંડાં પીણાં, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે.