Archive for માર્ચ 20th, 2009

ટીંબરુ

માર્ચ 20, 2009

ટીંબરુ એનાં પાકાં ફળ ખુબ જ સ્વાદીષ્ટ ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે, જેનો સ્વાદ ચીકુ જેવો જ હોય છે. ટીંબરુનું પાકું ફળ પીત્તના રોગો, કફના રોગો, પ્રમેહ, રક્તપીત્ત અને ખંજવાળ દુર કરે છે. એ સ્વાદે મધુર, રુક્ષ છે. ટીંબરુની છાલને ગૌમુત્રમાં લસોટી માથામાં લેપ કરવાથી જુ તરત જ મરી જાય છે અને ખોડાનો નાશ થાય છે. ટીમરુનાં ફળની છાલ સુકવી તેનો ધુમાડો કરીને સુંઘવાથી દમનો હુમલો શાંત થઈ જાય છે. તેને ચલમમાં નાખીને પણ પી શકાય.

લગ્નવીધી પ્રારંભ

માર્ચ 20, 2009

હીન્દુ ધર્મ શાસ્ત્રમાં સુચીત અનેક મંગળ વીધીની શરુઆત ગણપતીના પુજનથી થાય છે. ગૌરીપુત્ર ગણેશનું સ્મરણ એટલે જ શુભ કાર્યમાં સદા આશીર્વાદ અને સફળતા. વળી પુજન પુર્વે તન, મન અને આસનની શુદ્ધી પણ આવશ્યક છે.

According to Hindu scriptures all most all the religious ceremonies begins with the worship of Ganesh – praying Ganpati, the son of Gauri, whose blessings mean always successful auspicious occasion, but first of all purification of surrounding, body and mind.

( વર, કન્યા અને આસન પર દુર્વા વડે પાણી છાંટવું )

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |

यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः ||

(વર અને કન્યાના આસન પર ચોખા વધાવવા)

शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् |

प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशांतये ||

સ્વસ્તી વાચન

ॐ मतिकरणं भयहरणं गिरजाशरणं गणेशमभिवन्दे |

केदारेशनिवेशं योगीशं सर्व जगदीशम् ||

નમસ્કાર

ॐ श्रीमन्न महागणाधिपतये नमः | ॐ गुरवे नमः | परमेष्ठी गुरवे नमः | परात्पर गुरवे नमः |ईष्टदेवताभ्यो नमः |कुलदेवताभ्यो नमः | ग्राम देवताभ्यो नमः| वास्तु देवताभ्यो नमः |वाणीहिरण्यगर्भाभ्यां नमः | लक्ष्मीनारायणाभ्यां नमः |उमामहेश्वराभ्यां नमः |शचीपुरंदराभ्यां नमः | मातापिताचरण कमलेभ्यो नमः | नवग्रह देवताभ्यो नमः | षोडशमातृकेभ्यो नमः | सर्वेभ्यो देवताभ्यो नमः | सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः | ॐ एतत् कर्म प्रधान देवताभ्यो नमः ||