Archive for માર્ચ 3rd, 2009

જરદાલુ

માર્ચ 3, 2009

  જરદાલુ મૃદુ વીરેચક ઔષધ છે. આયુર્વેદમાં ઘણાં મૃદુ વીરેચક ઔષધો છે. મૃદુ વીરેચક એટલે સરળતાથી મળ ઉતારનાર. ચારથી પાંચ જરદાલુના નાના ટુકડા કરી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી રાત્રે ઉકાળી, ઠંડું પાડીને ખુબ ચાવીને ખાઈને ઉપર એ જ ઠંડું કરેલું પાણી પી જવું. સવારે સરળતાથી મળ ઉતરી જશે. કબજીયાતવાળાં બાળકો, વૃદ્ધોમાં આ ઉપચાર હીતાવહ છે. બાળકો માટે માત્રા અડધી રાખવી.