Archive for માર્ચ 21st, 2009

ટેંટુ

માર્ચ 21, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ટેંટુ : સંસ્કૃતમાં ટંટુક ઉપરથી ગુજરાતીમાં ટેંટુ શબ્દ થયો છે. ટેંટુ એ દશમુળમાંની એક વનસ્પતી છે. એની છાલ ઉત્તમ ઔષધ ગુણ ધરાવે છે. એમાં સોડીયમ સેલીસીલેટ્સ સારા પ્રમાણમાં છે. આથી એ સંધીવામાં ઘણું સારું ઔષધ છે. એ સ્વેદલ(પરસેવો લાવનાર) છે. એની છાલ પરસેવા દ્વારા શરીરમાંથી આમવીષને બહાર કાઢે છે. એ મુત્રાશયના રોગોનું ઉત્તમ ઔષધ છે.  

(૧) એક ચમચી છાલનું ચુર્ણ એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું બાકી રહે ત્યારે ઉતારી કપડાથી ગાળીને સવાર-સાંજ તાજું બનાવી પીવાથી સંધીવા મટે છે.

(૨) ટેંટુની છાલ મળને રોકનારી હોવાથી કબજીયાતવાળાએ એનો ઉપયોગ કરવો નહીં. અતીસારવાળા માટે તેનો ઉપયોગ સારો.

ગણપતીપુજન

માર્ચ 21, 2009

ગણપતીપુજન

ધ્યાનં-

ॐ गजाननं भूतगणादि सेवितं कपित्थ जांबुफल चारु भक्षणम्|

उमासुत शोकविनाशकारकं नमामी विघ्नेश्वर पादपंकजम् ||

ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गणेशं ध्यायामि||

આહ્વાનં-હાથમાં ચોખા લેવા.

आह्वायामि देवेशं गणराजं चतुर्भुजम् |

सिद्धिबुद्धि समायुक्तं देवानां प्रीति वर्धनम् ||

ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गणेशं ध्यायामि ||

— ચોખા વધાવી દેવા.

સ્મરણ- હાથમાં ફુલ લેવું.

नमस्तस्मै गणेशाय सर्व विध्न विनाशिने |

कार्यारंभेषु सर्वेषु पूजितो यः सुरैरपि ||

सुमुखश्चैक दंतश्च कपिलो गजकर्णकः |

लंबोदरश्च विकटो विघ्ननाशो विनायकः ||

धुम्रकेतुर् गणाध्यक्षो भालचंद्रो गजानन |

द्वादशैतानि नामानि यः पठेच्छृणु यादऽपि ||

विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा |

संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते ||

शुक्लांबर धरं देवं शशिवर्णं चतुर्भुजम् |

प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशांतये||

जपेद्गणपति स्तोत्रं षड्भिर्मासे फलं लभेत् |

संवंत्सरेण सिद्धिं च लभते नात्र सेशयः ||

वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ |

निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||

अभिप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः |

सर्व विघ्न हरस्तस्मै गणाधिपतये नमः ||

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्धिताय |

नागाननाय श्रुतियज्ञ विभुषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गणेशं स्मरामि ||

ફુલ ચડાવી દેવું.

પુજા

ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि ||