Archive for માર્ચ 19th, 2009

ટામેટાં

માર્ચ 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ટામેટાં : ટામેટામાં પોષક તત્ત્વો પુશ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે. તે અગ્નીમાંદ્ય, ઉદરશુળ, મેદવૃદ્ધી, રક્તવીકાર, હરસ, પાંડુરોગ અને જીર્ણજ્વરને દુર કરે છે. ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે. ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.

(૧) પાકાં ટામેટાંનો એક કપ રસ અથવા સુપ રોજ એકાદ વાર લેવાથી અંતરડામાં જામેલો-સુકાયેલો મળ છુટો પડી જુની કબજીયાત મટે છે.

(૨) ટામેટામાં રહેલું લાયકોપેન નામનું પીગ્મેન્ટ ફ્રી રૅડીકલ્સ દ્વારા થતા જોખમને ઓછું કરી અમુક કૅન્સરને વધતું અટકાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને થતા બ્રેસ્ટ કૅન્સર સામે વધુમાં વધુ ફાયદો મળે છે. લાયકોપેન ચરબીમાં દ્રાવ્ય છે આથી સલાડમાં (કાચાં) ખાવા કરતાં થોડા તેલ કે ઘીમાં રાંધેલાં ટામેટાં રોગ સામે વધુ રક્ષણ આપે છે.

(૩) ટામેટામાં બહુ જ ઓછી કૅલેરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખુબ ઉપયોગી છે.

(૪) વાત-કફ પ્રકૃતીવાળા માટે ટામેટાં ખુબ ફાયદાકારક છે.

(૪) ઉલટી થવાથી શરીરમાં પોટેશીયમ, કેલ્શીયમ અને સોડીયમની માત્રા ઘટી જાય છે અને આથી થાક લાગે છે. ટામેટાનો રસ આ તત્ત્વોની ઉણપ પુરી કરે છે.

(૫) રાત્રે વધુ પડતો દારુ પીવાયો હોય તો ટામેટાનો રસ પીવાથી હેંગઓવર દુર થાય છે.

About marriage

માર્ચ 19, 2009

About marriage

અહીં લગ્નની નોંધણી(Registration) પણ મોટો સમારંભ રાખી કરવામાં આવે છે. તે સમયે લગ્ન વીષે બે શબ્દો નોંધણી કરાવનાર(Marriage Celebrant) દ્વારા કહેવામાં આવે છે. એ રુઢીને અનુસરી લગ્ન વીષે બે શબ્દો પહેલાં અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં કહેવા માટે મેં અહીં બે વીકલ્પ આપ્યા છે. પ્રથમ અમારા શ્રદ્ધેય મુ. નરસીંહભાઈના શબ્દો છે, અને એ પછી મારા શબ્દો છે. લગ્ન કરાવનાર પોતાને યોગ્ય લાગે તે અથવા પોતે બીજું કંઈક વીચારીને કહી શકે. મેં માત્ર નમુના આપ્યા છે. એમાં વધુ પડતું પીષ્ટપેષણ કર્યું નથી, કેમ કે સમય ઓછામાં ઓછો લેવાની કાળજી રાખી છે, જેથી લોકો કંટાળે નહીં.

Just a few words about marriage.

Marriage is very auspicious occasion. It is a merging of two hearts in totality, when the two are not really two- physically they remain two, but as far as their innermost being is concerned they have become one. It is the functioning of two persons in synchronicity- that is what marriage is. One who is really married has known the divine being, because love is the greatest door to divine self.

લગ્ન એ બહુ પવીત્ર પ્રસંગ છે. એ બે હૃદયોનું સંપુર્ણપણે મીલન છે. બંને દ્રવીને એક બને છે- અલબત્ત શારીરીક રીતે તેઓ અલગ અલગ રહે છે, પરંતુ આત્મીય રીતે બંને એક બને છે.

બે વ્યક્તીઓની લયબદ્ધતાથી જીવન જીવવાની શરુઆત એ છે લગ્ન.

લગ્નનો પાયો પ્રેમ છે. પ્રભુ પ્રાપ્તીનો પાયો પણ પ્રેમ છે. પ્રેમ દ્વારા પરમાત્માનો અનુભવ થઈ શકે છે.

જેમણે સાચા અર્થમાં લગ્ન કર્યાં છે, તેમણે એ અધ્યાત્મનો અનુભવ કર્યો છે.

લગ્ન એ પ્રભુતામાં પગલાં માંડવાનું દ્વાર છે.

MARRIAGE

The concept of marriage in Hindu culture is very deep. It is not just a legal contract between a man and a woman, but a religious bond, and that is why the terms like daughter-in-law or mother-in-law are not used in Hindu culture, because law is not that much important but the religious bond. The relation is more intimate and immediate.

Marriage establishes the relation between the two not just for this life, but at least for seven lives according to Hindu belief.

If the marriage is real, the bond is unbreakable, because the two hearts and souls melt and merge into one another.

હીન્દુ સંસ્કૃતીમાં લગ્ન બહુ વીશાળ અર્થ ધરાવે છે. પશ્ચીમી સંસ્કૃતીની જેમ એ કંઈ કાયદાની રીતે કરેલ એક કરાર જ નથી, પરંતુ એક ધાર્મીક સંસ્કાર પણ છે. આથી જ સ્ત્રી લગ્ન પછી કન્યાદાન બાદ વધુ, પાણીગ્રહણથી પત્ની અને ચતુર્થીની ક્રીયાના કારણે ભાર્યા કહેવાય છે. આ ધાર્મીક વીધીને કાયદા સાથે કશો સંબંધ નથી. પશ્ચીમી સંસ્કૃતીમાં તો લગ્ન માત્ર કાયદાની રીતે બંધન છે, અને તેથી જ એને કાયદાની કોર્ટમાં જઈને તોડી શકાય છે. હીન્દુ સંસ્કૃતી મુજબ લગ્ન માત્ર આ જન્મ પુરતો મર્યાદીત સંબંધ નથી, પરંતુ એ સાત જન્મો સુધી સંબંધ બાંધે છે. આથી જ જે લોકો ખરેખર લગ્નગ્રંથી વડે જોડાય છે તેઓ કદી છુટાં પડતાં નથી. કેમકે ભૌતીક દેહ કે મન મહત્વનાં નથી. લગ્ન એ બે હૃદયોનું અને બે આત્માઓનું મીલન છે. બંને દ્રવીને એક બને છે. આપણે એને પ્રભુતામાં પગલાં માંડવાં એમ કહીએ છીએ.