Archive for માર્ચ 24th, 2009

ડોડી

માર્ચ 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ડોડી-જીવંતી : જીવનને નીરોગી રાખનાર અને પ્રાણશક્તી આપે તે જીવંતી. શાકમાત્રમાં એ શ્રેષ્ઠ છે. એને ગુજરાતીમાં દોદી, ડોડી, ખરખોડી, ચડારુડી વગેરે પણ કહે છે. એના વેલા વાડો પર ચડેલા હોય છે. બારે માસ લીલીછમ રહે છે. તેની ડુંખો, કોમળ પાન, ફુલ, બધું જ મીઠું અને સ્વાદીષ્ટ હોય છે. પાન તોડીને સીધાં ખાઈ શકાય છે.

ડોડી મધુર, બળ આપનાર, શીતળ, લોહીના અને પીત્તના વીકારો શાંત કરનાર અને કોઠાનો લોહીવા અથવા રતવા મટાડનાર છે. એ બળ આપનાર, મૈથુનશક્તી વધારનાર અને શરીરની સર્વ ધાતુઓને સમાન કરનાર છે.

(૧) ડોડીના સુકા મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ તાજા દુધ સાથે ફાકવાથી મૈથુનશક્તી વધે છે.

(૨) ડોડીના સુકા મુળના ચુર્ણથી ઝીણો તાવ, દાહ, અશક્તી, ઉધરસ વગેરે પણ મટે છે.

(૩) ડોડીના સુકા મુળના ચુર્ણથી વજન વધે છે. ત્રણેક મહીના આ ચુર્ણનો ઉપયોગ કરવો.

(૪) ડોડીમાં વીટામીન રહેલુ હોવાથી રતાંધણાપણું મટાડે છે.

(૫) ડોડીના પાનનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે અને આંખાોની નબળાઈ મટે છે. ડોડી ઉત્તમ જીવનીય ઔષધ છે.

સપ્ત પ્રતીજ્ઞા પહેલાં

માર્ચ 24, 2009

સપ્ત પ્રતીજ્ઞા પહેલાં પરમ કૃપાળુ પરમાત્મા અને સર્વ દેવોની સાક્ષીએ, અમારા ગોત્રજોની સાક્ષીએ, અમારી સમક્ષ જ્યોતી પ્રસરાવતા આ દીપકની સાક્ષીએ, સર્વ ઉપસ્થીત મહેમાનો અને આ વીધી સંપન્ન કરનાર પુરોહીતની સાક્ષીએ અમે વરકન્યા સમજપુર્વક એકબીજાંને સ્વીકારીને, અમારાં માતાપીતા અને વડીલોના આશીર્વાદથી આજે લગ્નગ્રંથીથી જોડાઈએ છીએ. આજથી અમે (વરકન્યા) ………………. અને …………….. એકબીજાંને હાથ પકડી વચન આપીએ છીએ કે જીવનભર અમે એકબીજાંનાં સંગી બનીને આનંદ પુર્વક જીવીશું. અમે આ દીપકની જેમ જીવનમાં જ્યોતી પ્રસરાવીને, આ મઘમઘતાં ફુલોની જેમ સમાજમાં સુવાસ ફેલાવીને એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર બની માનવ જીવન ઉજાળીશું.

नोदकेन न वा वाचा कन्यायाः पतिरिष्यते |

पाणिग्रहण संस्कारात् पतित्वं सप्तमे पदे ||

પરંતુ માત્ર વચન આપવાથી પુરુષ કન્યાનો પતી થઈ શકતો નથી. એ માટે પાણીગ્રહણના સંસ્કારથી સપ્ત પ્રતીજ્ઞાના સાતમા પદની પ્રતીજ્ઞા પુર્ણ કરવી જરુરી છે.

In witness to the almighty, merciful God and all the gods and goddesses, in witness to our ancestors, in witness to this lamp producing bright flame and also to this fire ( Agni Devta ), in witness to all the present guests and the priest, we bride . …………….. and groom ……………… accept each other with awareness and whole heartedly join with each other with the bond of marriage with blessings of our parents and elders. We ……………. and ……………. holding each others hand promise that from this day for the whole of our life we will live together joyously. We will enlighten human life by shining like this lamp and spreading fragrance in the society like these flowers. We will be together for our entire life and will share pleasure and pain together.

But just by promising a man does not become a husband, but only at the conclusion of “The joining of hands” ceremony with seven vows.