Archive for મે 27th, 2009

નીરંજન ફળ

મે 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નીરંજન ફળ આ ઔષધ આપણું ન હોવા છતાં આપણે અપનાવી લીધું છે. તેને ‘સીંગાપુરી બોર’પણ કહે છે. જે સીંગાપુર આસપાસ થાય છે અને આપણે ત્યાં આવે છે. મોટા ખારેકી બોરના ઠળીયા જેવડું કથ્થઈ તથા આછા પીળા રંગનું આ ઔષધ છે. હરસ-પાઈલ્સમાંથી રક્તસ્રાવ થતો હોય, કબજીયાત રહેતી હોય અને એને જ લીધે મળ સુકાયેલો અને કઠણ ઉતરતો હોય તેમને નીરંજન ફળ આશીર્વાદ સમાન છે. એ માટે ઉકાળીને ઠંડા કરેલા એક કપ પાણીમાં એક નીરંજન ફળ  રાત્રે પલાળી રાખો. સવારે તેને સાકરના ભુકા સાથે મસળીને પી જવાથી ઉત્તમ પરીણામ મળે છે. એક-બે દીવસમાં સારું પરીણામ આપનાર આ ઔષધ ફળ સસ્તું પણ છે, સુલભ પણ છે, ફળદાયી પણ છે.