Archive for મે 2nd, 2009

ધાન્યકાદી ક્વાથ

મે 2, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ધાન્યકાદી ક્વાથ સંસ્કૃતમાં ધાણાને ધાન્યક કહે છે. ધાણા, વાળો, બીલી, નાગરમોથ અને સુંઠના સમાન ભાગે બનાવેલા અધકચરા ભુકામાંથી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડું પાડી સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની સતેજ થાય છે. આમશુળ(જમ્યા પછી હોજરીમાં થતો દુખાવો) મટે છે. આ ધાન્યકાદી ક્વાથ (ઉકાળો) મળને બાંધનાર, દીપન અને આહાર પચાવનાર હોવાથી મળશુદ્ધી પણ કરે છે.

મૃત્યુ વીષે ૨

મે 2, 2009

મૃત્યુ વીષે ૨

In Hinduism we believe that physical body and soul- Atma(આત્મા) are two different entities. The soul never bourns nor dies. Death only happens to body. The soul will get another body in the next life, as it is a wave in the beginningless endless ever expanding ocean of consciousness-Brahman(બ્રહ્મ). This has been said in Bhagvad Geeta by Bhagwan Shree Kishna that when birth happens death is bound to happen and when death happens rebirth is going to happen. This cycle of birth and death continues until the soul reaches to the ultimate reality which we call Brahman(બ્રહ્મ). Bhagwan Shree Krishna has mentioned this in chapter two of Bhagvad Geeta. I will read few shlokas from this chapter and would like you all join in this prayer by becoming as much meditative as possible., but before that just a few words in Gujarati.

ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે આત્મા કદી જન્મતો કે મરતો નથી. જન્મ અને મરણ માત્ર ભૌતીક શરીરને જ લાગુ પડે છે. આત્મા આદી અને અંત રહીત સતત વીસ્તરતા ચૈતન્ય મહાસાગરમાં ઉદ્ભવેલ એક મોજું છે. જીવન તો એક સતત પ્રવાહ છે. ભગવાન કહે છે, “મારા અવ્યક્ત સ્વરુપથી આ આખું જગત વ્યાપ્ત છે.”

ઈશાવાસ્ય ઉપનીષદમાં પણ ઋષી કહે છે, “ईशावास्यं इदं सर्वं यत्किं च जगत्यां जगत् |” આ જગતમાં જે કંઈ છે તે સહુમાં પ્રભુનો વાસ છે. જે પ્રગટ થયેલું છે તેમાં અપ્રગટ રુપે પ્રભુ રહેલો છે, રુપની અંદર ભગવાનનું જ અરુપ છે, દૃશ્યની અંદર ભગવાન જ અદૃશ્ય છે.

વળી અસ્તીત્વમાં જન્મ અને મૃત્યુ જોડાયેલાં છે, એક જ છે. એ સમગ્રતાને જોવાને, પ્રભુની લીલા સમજવાને આપણે અસમર્થ છીએ. આથી કુદરત-ભગવાનના નીર્ણયનો અસ્વીકાર આપણા માટે સહજ છે, તેથી દુઃખ એની નીષ્પત્તી છે.