Archive for મે 10th, 2009

ધાન્યપંચક

મે 10, 2009

ધાન્યપંચક ધાણા, સુંઠ, નાગરમોથ, સુગંધી વાળો અને બીલાનો ગર આ પાંચ ઔષધોના સમભાગે બનાવેલા ચુર્ણનો અથવા ઉકાળાનો સવાર-સાંજ નીયમીત ઉપયોગ કરવાથી આમદોષ, શુળ, કબજીયાત વગેરે મટે છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

બાળમૃત્યુ

મે 10, 2009

બાળ-મૃત્યુ
A flower before completely flowers has been destroyed, though the unforgettable fragrance scattered will remain in the hearts of his/her relatives for ever. This kind of unfortunate, painful incidents are happening in an medically advanced country like this also.
We generally very eagerly look forward for a new comer in the family., and when this type of incident happens, then it gives unbearable pains.
But we do not know what the almighty has in the mind, because we have a very limited capacity to see and know, to perceive as a whole in the nature. We do not understand the happening or say the decisions of God in its totality. The happening on this ever expanding Brahma and the endless flow of time are inconceivable for us.
Life is a constant flux. We try to understand it by dividing and by stopping it as we wish, and that is why it is very difficult for us to accept the decisions of almighty God. That causes us pain. But we have to accept it as time passes by.
It is hard when some one leaves before one settles properly here. But without clinging to physical existence, to pray for achievement of liberation (મોક્ષ) for the soul (આત્મા) is the only thing in our hands as the soul is a wave in the beginning less, endless, ever expanding ocean of Brahma (બ્રહ્મ).
Bhagwan Shree Krishna has said that that which exists cannot be destroyed and that which is not can never exist.
This has been said in chapter 2 of Bhagwad Geeta. I will read few shlokas from this chapter and would like you all join in this prayer by becoming meditative to help departing soul in his journey, but before that just a few words in Gujarati.
એક પુષ્પ પુરેપુરું ખીલે તે પહેલાં જ મુરઝાઈ ગયું. છતાં આ અર્ધ ખીલેલ પુષ્પે પણ જે સુગંધ રેલાવી તે અવીસ્મરણીય છે, અને સહુ સ્નેહી-પરીચીતોના હૃદયમાં એની સ્મૃતી સદાય રહેશે. આવા દુઃખદ બનાવ અહીં આ વીકસીત, વૈદકીય સાધન સંપન્ન દેશમાં પણ બને છે, જે બહુ જ ખેદજનક છે.
પરીવારમાં એક નવાગન્તુકની રાહ બહુ જ આશા અને અરમાનો સહીત જોવાતી હોય છે, અને અચાનક આવું અણધારીત બને ત્યારે ખુબ દુઃખ થાય તે સ્વાભાવીક છે.
પરંતુ કુદરતની ગહન ગતીનો પાર શી રીતે પામી શકાય? કેમ કે આપણી જોવાની-જાણવાની ક્ષમતા ખુબ જ મર્યાદીત છે. કોઈ પણ પ્રસંગને એની સમગ્રતામાં જોવા આપણે સમર્થ નથી, સમજી શકતા નથી. આ બ્રહ્માંડના અસીમ ફલક પર અને કાળના આ અનંત પ્રવાહમાં ફલીત થતી ઘટનાનું તારતમ્ય જાણવું -સમજવું અશક્ય નહી તો અતી મુશ્કેલ જરુર છે.
જીવન એક અખંડ, અનંત પ્રવાહ છે. આપણે એને ખંડ ખંડમાં વહંેચી દઈ, સ્થગીત કરી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આથી કુદરતના પ્રભુના નીર્ણયનો અસ્વીકાર આપણા માટેે સ્વાભાવીક છે. કાળાંતરે આવી ઘટનાને આપણે સ્વીકારવી પડે છે.
યોગ્ય આગમન પહેલાંની વીદાય વસમી છે, પરંતુ મોહને વશ થઈ દુઃખી ન થતાં ગતાત્માની બ્રહ્મપ્રાપ્તીની યાત્રા સુગમ બને એ માટે પ્રભુને પ્રાર્થના કરવી એ જ આપણી પાસે બચેલો ઉપાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે જેનું અસ્તીત્વ છે તે કદી નષ્ટ થતું નથી, અને જે નથી, તે કદી અસ્તીત્વ ધરાવી શકતું નથી. અસ્તીત્વ માત્ર આત્માનું જ છે. આત્મા એટલે ચૈતન્ય મહાસગરમાં ઉદ્ભવેલ એક મોજું.
આપણી મર્યાદા અને અજ્ઞાનને કારણે આપણે આ ચૈતન્ય સાગરના એક અલ્પ ખંડને જ માત્ર જોઈ શકીએ છીએ, જે વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. ભગવાન કહે છે કે શરુઆત અપ્રગટ હોય છે, મધ્યમાં પ્રગટ થાય છે, અને અંત છેવટે અપ્રગટ હોય છે.
આ વીગતો ભગવાનશ્રીએ ગીતાના બીજા અધ્યાયમાં કહી છે, જેનો પાઠ આપણે કરીએ છીએ. તો આપ સહુને ધ્યાનસ્થ બની ગતાત્માની પ્રભુપ્રાપ્તીની યાત્રા સરળ બને એવી આ પ્રાર્થનામાં સંમીલીત થવા નમ્ર વીનંતી.