Archive for મે 17th, 2009

નાગરવેલનાં પાન

મે 17, 2009

નાગરવેલનું પાન તીખું, કડવું, તુરું, તીક્ષ્ણ, ગરમ, રુચી ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પીત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંંની દુર્ગંધ દુર કરનાર તથા થાક દુર કરે છે. એમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે.

નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને હળદર અને આદુનો એક એક ટુકડો મુકી ખુબ ચાવીને દીવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે.

ગીતા અધ્યાય ૮

મે 17, 2009

ગીતા અધ્યાય : ૮
हरि ॐ तत्सत्. श्री भगवान उवाच
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते
भूतभावोद् भवकरो विसर्गः कर्मसंज्ञितः.
(ગુજરાતી કે હીન્દી બેમાંથી એક જ ભાષાંતર વાંચવું-જરુર પ્રમાણે)
નાશરહીત શ્રેષ્ઠ તત્ત્વ બ્રહ્મ છે; અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટીક્રીયા તે કર્મ કહેવાય છે.
श्री कृष्ण भगवान बोले, जिसका नाश नहीं हो ऐसा परमात्मा तो ब्रह्म है, और अपना स्वरूप अर्थात् जीवात्मा अध्यात्म नाम से कहा जाता है, तथा भूतों के भावों को उत्पन्न करनेवाला होमादि के निमित्त द्रव्यों का त्याग कर्म नाम से कहा गया है. ||३||

अधिभूतं क्षरोभावः पुरुषश्चाधिदैवतम्
अधियज्ञोऽहमेवात्र देहे देहभूतां वर.

નાશવંત પદાર્થ અધીભુત છે, પુરુષ (ચૈતન્ય- અધીષ્ઠાતા) અધીદેવ છે; તથા હું (વાસુદેવ) જ આ દેહમાં અધીયજ્ઞ છું.
उत्पत्ति और विनाश धर्म वाले सब पदार्थ अधिभूत हैं और हिरण्यमय पुरुष अधिदैव है. ईस शरीर में मैं वासुदेव (भगवान) ही विष्णुरूप से अधियज्ञ हूं. ||४||

अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्,
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः.

જે અંતકાળે મારું જ સ્મરણ કરતાં શરીર છોડી જાય છે, તે મારો ( ઇશ્વર) ભાવ પામે છે, એમાં સંશય નથી.
जो पुरुष अंतकाल में मुझे ही स्मरण करता हुआ शरीर को त्याग कर जाता है, वह मेरे साक्षात् स्वरूप को प्राप्त होता है, उसमें कोई भी संशय नहीं है. ||५||

यं यं वाऽपि स्मरन्भावं त्यजयन्ते कलेवरम्
तं तमेवेति कौंतेय सदा तद्भावभावितः.

મનુષ્ય અંતકાળે જે જે પદાર્થને યાદ કરતાં શરીર છોડી જાય છે, તેને જ તે પામે છે; (કેમ કે) હંમેશ તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે.
मनुष्य अंतकाल में जिस जिस भी भाव को स्मरण करता हुआ शरीर को त्यागता है, उस उसको ही प्राप्त होता है, क्यों कि सदा जिस भाव का चिंतन करता है, अंतकाल में प्राय: उसीका स्मरण होता है. ||६||

तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युद्ध्य च,
मय्यर्पित मनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्.
માટે સર્વ કાળે તું મારું સ્મરણ કર. મારામાં અર્પણ કરેલાં મન-બુદ્ધીવાળો તું ચોક્કસ મને જ પામીશ.
इसलिए तू सब समय में मेरा स्मरन कर. इस प्रकार मेरेमें अर्पण किए हुए मन-बुद्धि से युक्त हुआ नि:संदेह मेरेको ही प्राप्त होगा. ||७||

अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना,
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्.

અભ્યાસયોગથી યુક્ત અને બીજે નહી જનારા ચીત્ત વડે ચીંતન કરતાં (મનુષ્ય) પરમ દીવ્ય પુરુષ – પરબ્રહ્મને પામે છે.
परमेश्वर के ध्यान के अभ्यासरूप योग से युक्त अन्य तरफ़ न जानेवाले चित्तसे निरंतर चिंतन करनेवाला मनुष्य परम प्रकाशस्वरूप दिव्य पुरुष को अर्थात् परमेश्वर को ही प्राप्त होता है. ||८||

कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्यः,
सर्वस्य धातारमचिन्त्यरूपमादित्यवर्णं तमसः परस्तात्.
प्रयाणकाले मनसाऽचलेन भक्त्या युक्तो योगबलेन चैव,
भ्रुवोर्मध्येप्राणमावेश्य सम्यक् स तं पुरुषमुपैति दिव्यम्.

સર્વજ્ઞ, પુરાણ (અનાદી), સર્વના નીયંતા, અતી સુક્ષ્મ, સર્વના ધારક-પોષક, અચીંત્ય રુપવાળા, સુર્ય સમાન વર્ણવાળા અને (અજ્ઞાનરુપ) અંધકારથી દુર એવા પરમ પુરુષ – પરમેશ્વરનું જે ચીંતન કરે છે તે મરણકાળે ભક્તી તથા યોગબળથી યુક્ત રહી અચળ મન વડે બે ભમ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દીવ્ય પુરુષ – પરબ્રહ્મને પામે છે.
जो पुरुष सर्वज्ञ, अनादि, सबके नियंता, सूक्ष्म से भी अति सूक्ष्म, सबको धारण-पोषण करनेवाला, अचिन्त्य स्वरूप, सूर्य के सदृश नित्य चेतन प्रकाशरूप, अविद्या से परे, शुद्ध सच्चिदाघन परमात्मा को स्मरण करता है वह भक्तियुक्त पुरुष अन्त कालमें भी योगबल से भृकुटी के मध्यमें प्राण को अच्छी तरह स्थापन करके निश्चल मन से स्मरण करता हुआ उस दिव्य स्वरूप परम पुरुष परमात्मा को प्राप्त होता है. ||९, १०||

यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः,
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये.

વેદવેત્તાઓ જેને અક્ષર-અવીનાશી કહે છે, રાગરહીત યતીઓ જેમાં પ્રવેશ કરે છે (અને) જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે, તે પદ હું તને ટુંકમાં કહું છું.
वेद के जाननेवाले विद्वान जिस परम पद को ॐकार नाम से जानते हैं और आसक्तिरहित यत्नशील महात्माजन जिसमें प्रवेश करते हैं तथा जिस परम पद को चाहनेवाले ब्रह्मचर्य का आचरण करते हैं उस परम पद को तेरे लिए संक्षेपमें कहूंगा. ||११||

सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च,
मूर्धन्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम्.
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्,
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम्.

સર્વ ( ઈન્દ્રીયરુપી) દરવાજા વશ કરી, મનને હૃદયમાં રોકી, પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી, યોગધારણાનો આશ્રય કરનાર જે કોઈ ૐ એવા એકાક્ષર બ્રહ્મનું સ્મરણ કરતાં દેહ ત્યજી મરણ પામે છે, તે પરમ ગતી પામે છે.
सब इन्द्रियों के द्वारोंको रोककर, मन को हृद्देश में स्थिर करके और अपने प्राण को मस्तक में स्थापन करके, योगधारणा में स्थित हुआ जो पुरुष ॐ ऐसे एकाक्षर रूप ब्रह्म को उच्चारण करता हुआ शरीर को त्याग कर जाता है वह पुरुष परम गति को पाता है. ||१२, १३||

अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः,
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः.

જે નીરંતર બીજામાં ચીત્ત નહી રાખતાં નીત્ય મારું સ્મરણ કરે છે, તે નીત્યયુક્ત યોગીને હું સુલભ છું.
जो पुरुष मेरेमें अनन्य चित्त से स्थित हुआ, सदा ही मेरेको स्मरण करता है, उस निरंतर मरेमें युक्त हुए योगी के लिए मैं सुलभ हूं. ||१४||

मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम्,
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः.

પરમ ઉત્કૃષ્ટ સીદ્ધી પામેલા મહાત્માઓ, મને પામી દુઃખના સ્થાનરુપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી.
वह परम सिद्धि को प्राप्त हुए महात्माजन मेरेको प्राप्त होकर दु:ख के स्थानरूप क्षणभंगुर पुनर्जन्म को नहीं प्राप्त होते हैं. ||१५||

आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽजुन,
मामुपेत्य तु कौंतेय पुनर्जन्म न विद्यते.

બ્રહ્મ લોક સુધીના જે સર્વવલોક છે, તે સર્વ લોકને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે; પરંતુ મને પામી ફરી જન્મ થતો નથી.
ब्रह्मलोक से लेकर सब लोक पुनरावर्ती स्वभाववाले हैं, लेकिन मेरेको प्राप्त होकर उसका पुनर्जन्म नहीं होता है. ||१६||

अव्यक्ताद् व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे,
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके

બ્રહ્માનો દીવસ આવતાં સર્વ વ્યક્તીઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રી આવતાં તે જ અવ્યક્ત નામવાળાં લય પામે છે.
संपूर्ण दृश्य मात्र भूतगण ब्रह्मा के दिन के प्रवेशकाल में अव्यक्तसे उत्पन्न होते हैं और ब्रह्मा की रात्रि के प्रवेशकाल में उस अव्यक्तनामक ब्रह्मा के सूक्ष्म शरीरमें ही लय होते हैं. ||१८||

भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे.

તે જ આ પ્રાણીઓના સમુહ પ્રગટી બ્રહ્માની રાત્રી આવતાં પરવશ થઈ લય પામે છે અને દીવસ આવતાં ઉત્પન્ન થાય છે.
वही यह भूत समुदाय उत्पन्न हो होकर, प्रकृति के वशमें होकर ब्रह्मा की रात्रि के प्रवेशकालमें लय होता है और दिन के प्रवेशकालमें फ़िर उत्पन्न होता है. ||१९||

परस्तस्मात्तु भावोऽन्य व्यक्तोऽव्यक्तात्सनातनः,
यः सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति.
પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે સનાતન ભાવ છે તે સર્વ ભુતો નાશ પામવા છતાં નાશ પામતો નથી.
परंतु उस अव्यक्त से दूसरा जो सनातन भाव है, वह सच्चिदानन्दघन पूर्णब्रह्म परमात्मा सब भूतों के नष्ट होनेपर भी नष्ट नहीं होता है. ||२०||

अव्यक्तोऽक्षर ईत्युक्तस्तमाहुः परमां गतिम्,
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम्.

એ અવ્યક્ત ‘અક્ષર’ એમ કહેવાય છે; અને તેને શ્રુતીઓ પરમ ગતી કહે છે; જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી, તે મારું પરમ ધામ છે.
वह अव्यक्त “अक्षर” ऐसे कहा गया है, उस ही अक्षर नामक अव्यक्त भाव को परम गति कहते हैं, तथा उसे पाकर मनुष्य पीछे नहीं आते हैं, वह मेरा परम धाम है.

एषा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमुह्यति,
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति.

બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થીતી આવી છે. તે પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી, અંતકાળે પણ આ સ્થીતીમાં રહીને તે શાંત બ્રહ્મ પદને પામે છે.
ब्रह्म को प्राप्त हुए की स्थिति ऐसी होती है. उसको पाकर मनुष्य मोह के वश नहीं होता है, और अंत समय में भी ईसी स्थिति में रह कर शांत ब्रह्मपद को प्राप्त होता है.