Posts Tagged ‘બળતરા’

બળતરા

ઓગસ્ટ 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બળતરા

 

 (વધુ માટે જુઓ દાહ-બળતરા લીન્ક: https://gandabhaivallabh.wordpress.com/2010/07/04/) (૧) એલચીને આમળાંના રસ કે તેના ચુર્ણ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે.

(૨) કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી (કુચા કાઢી નાખી), જીરુની ભુકી અને સાકર નાખી પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૩) દ્રાક્ષ અને ખડી સાકર એકત્ર કરી સવારે ખાવાથી શરીરમાં થતો દાહ મટે છે.

(૪) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૫) ગાયની છાસમાં કપડું ભીંજવી તે કપડાનો રોગીને સ્પર્શ કરાવતા રહેવાથી રોગીની બળતરા મટે છે.

(૬) ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી હાથે-પગે થતી બળતરા મટે છે.

(૭) શરીરના કોઈ પણ ભાગમાં થતી ભયંકર બળતરામાં દુધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ત્વરીત લાભ થાય છે. 

(૮) ચોખાની ધાણી (મમરા) અને ખડી સાકરનો ઉકાળો કરી વારંવાર પીવાથી દાહ-બળતરા મટે છે.

(૯) તાંદળજાનો રસ થોડી સાકર મેળવી પીવાથી હાથપગનાં તળીયાંની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે.

(૧૦) પાલખના પાનના રસના કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે.

(૧૧) રાત્રે પાણીમાં ધાણા પલાળી રાખી સવારે ગાળી, તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી પીત્તજ્વરનો દાહ મટે છે. એનાથી શરીરનો આંતરીક દાહ પણ મટે છે.

(૧૨) ધાણા અને સાકર ખાવાથી પેટમાં થતી બળતરા મટે છે.

(૧૩) ૧-૧ તોલો ધાણા અને જીરુ અધકચરાં ખાંડી ૨૦૦થી ૩૦૦ મી.લી. પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી સાકર નાખી ચાર છ દીવસ પીવાથી કોઠાનો દાહ શાંત થાય છે. હાથ-પગની બળતરા પણ દુર થાય છે.

(૧૪) ભુરા કોળાનું ઘીમાં શાક કરીને ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં સાકર મેળવી સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પીવાથી પુશ્કળ માસીક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે.

(૧૫) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી લેવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે અને આંખ, હાથ-પગનાં તળીયાં, પેશાબ તથા પેટ વગેરેની બળતરા મટે છે. 

(૧૬) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મીનીટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં એક કકડો લીંબુનો રસ અને ૧૦-૧૫ ગ્રામ સાકર મેળવી પીવાથી બળતરા દુર થાય છે.

(૧૭) પેટ, આંખ, પગનાં તળીયાં, હાથ, મોં મુત્રમાર્ગ કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી આરામ થાય છે.

(૧૮) ૧ ચમચી સાકર અને ૧ ચમચી શતાવરી ગાયના ઘીમાં મેળવી સવાર સાંજ ચાટવાથી બળતરામાં આરામ થાય છે. સાથે ૧-૧ ગ્લાસ ગાયનું દુધ પીવું. તીખી, તળેલી, ખાટી અને ખારી ચીજો ખાવી નહીં. શતાવરી ન મળે તો એકલાં ઘી-સાકર ચાટવાં અને ૧ ગ્લાસ નાળીયેર-તરોપાનું પાણી પીવું.

(૧૯) ખજુર પાણીમાં પલાળી રાખી બરાબર પલળી જાય ત્યારે મસળી લઈ અથવા ઠળીયા કાઢી ગ્રાઈન્ડરમાં જ્યુસ જેવું બનાવી પીવું. ખજુર-પાણીનું કોઈ નીશ્ચીત પ્રમાણ નથી. જરુર મુજબ સેવન કરવાથી બળતરા મટે છે.

(૨૦) હથેળી કે/અનેપગના તળીયે  બળતરા થતી હોય તો બોરડીનાં પાન ૪૦ ગ્રામ, એલચી નંગ ચાર અને ૨૦ ગ્રામ સાકરને પાણીમાં વાટી, લસોટી થોડીવાર રહેવા દેવું. ચારેક કલાક બાદ ગાળીને ધીમે ધીમે પીવું.  આ મીશ્રણ ધીમે તાપે ઉકાળી, ઠંડુ પાડી પીવાથી પણ સારી અસર કરે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત કરવો.

(૨૧) એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી થોડી ખાંડ મેળવી પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૨૨) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય ઉલટી મટે છે.

(૨૩) કોઈ પણ રીતે નડતો ન હોય તો પાણીમાં ગોળનો ઘોળ બનાવી, ગાળીને દીવસમાં ચાર-પાંચ વખત અડધો અડધો કપ પીવાથી દાહ મટે છે.

(૨૪) ધાણા-જીરાનું ચુર્ણ ખાંડ સાથે લેવાથી ઍસીડીટીને લીધે ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થતી હોય તો મટે છે.

(૨૫) લુણીની ભાજીનો રસ એક કપ જેટલો પીવાથી શરીરની બળતરા શાંત થાય છે.

(૨૬) શેકેલા જીરુનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી શરીરની બધા જ પ્રકારની બળતરા શાંત થાય છે.

(૨૭) દુધી છીણી માથામાં ભરવાથી માથામાં બળતરા થતી હોય તો તે મટે છે.

(૨૮) આંખે ત્રીફલાનું પાણી છાંટવાથી આંખોની બળતરા શાંત થાય છે.

(૨૯) આમળાનો રસ શરીરે ચોળવાથી અને તેના પાણીથી નાહવાથી શરીરની બળતરા મટે છે.

(૩૦) પીત્તળના પાત્રમાં ૨૦૦ ગ્રામ કોથમીરનો રસ અને ૨૦૦ ગ્રામ તલનું તેલ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી તેલ નીતારી લેવું. આ તેલના માલીશથી હથેળી અને પગના તળીયાની બળતરામાં રાહત થાય છે. એનાથી માથાના તથા સાંધાના દુખાવામાં પણ લાભ થાય છે.

(૩૧) દુધી, તરબુચ, કાકડી અને ખરબુજાનાં બીજની મીંજ સાથે ખસખસ સાંજે પાણીમાં પલાળી, સવારે એ પાણી નીતારી પીવાથી હાથે-પગે થતી બળતરા મટે છે. પાણી અને મીંજનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ નક્કી કરવું.

(૩૨) આંખોમાં, છાતીમાં, પેશાબમાં, પેટમાં, મળમાર્ગમાં, શીશ્નમાં, યોનીમાં, પગના તળીયામાં, હાથની હથેળીમાં, તાળવા પર વગેરે શરીરના કોઈ પણ સ્થાનમાં બળતરા થતી હોય તો એક ચમચી શતાવરી, એક ચમચી ખડી સાકરનો પાઉડર અને એક ચમચી ગાયનું ઘી મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી બળતરા શાંત થાય છે.

(૩૩) મળ પ્રવૃત્તી વખતે, મુત્ર પ્રવૃત્તી વખતે જો બળતરા થતી હોય અને જો આંખોમાં, તાળવા પર, હથેળી પર, પગના તળીયામાં, પેટમાં, છાતીમાં ક્યાંય પણ આંતરીક બળતરા થતી હોય, તો જેઠીમધ, શતાવરી અને સાકરનું સરખા વજને બનાવેલું ચુર્ણ એક બાટલીમાં ભરી લેવું. આ મીશ્રણમાંથી એક ચમચી જેટલું ચુર્ણ  એક ચમચી ઘી સાથે એક ગ્લાસ દુધમાં નાખી સારી રીતે ઉકાળી ઠંડું પાડી પી જવું. થોડા દીવસ આ ઉપચાર કરવાથી અનેક પ્રકારની આંતરીક બળતરા શાંત થાય છે. આ ઉપચાર વખતે તીખી, ખારી, ખાટી, ઉષ્ણ, તીક્ષ્ણ ચીજો સાવ બંધ કરી દેવી.

આંખની સંભાળ અને સારવાર

ફેબ્રુવારી 10, 2010

આંખની સંભાળ અને સારવાર માટે કેટલાંક સુચનો : (૧) દીવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે બેત્રણ વાર ઠંડા પાણીની છાલકો મારવાથી આંખનું તેજ વધે છે.

(૨) ગરમીના દીવસોમાં ખુલ્લા પગે ક્યાંય પણ જવું નહીં, કેમ કે ગરમી લાગવાથી આંખને નુકશાન થાય છે.

(૩) શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.

(૪) રાત્રે સુતી વખતે સુરમો આંજવો અથવા ત્રીફળાની ફાકી દુધ સાથે લેવી, જેથી કબજીયાત ન રહેતાં આંખની ગરમી મટી જાય છે; બળતરામાં પણ રાહત થાય છે.

(૫) નાકેથી પાણી પણ પી શકાય.

(૬) રાત્રે વીજળીની બત્તીએ વધુ ન વાંચવું. એટલે કે બને ત્યાં સુધી સુર્યનો કુદરતી પ્રકાશ વાંચતી વખતે હોય તો આંખની તંદુરસ્તી જળવાઈ રહેશે.

સુવા

નવેમ્બર 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુવા : સુવા શરીરને પુષ્ટ કરનાર, બળપ્રદ, શરીરનો વર્ણ સુધારનાર, જઠરાગ્નીવર્ધક, માસીક લાવનાર, ગર્ભાશય, યોની અને શુક્રનું શોધન કરનાર, ગરમ, વાયુનાશક, પુત્રદા અને વીર્યપ્રદ છે. સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે.

સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે.

સુવા બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશુળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે.

સુવાવડ વખતે સુવાનો છુટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને એ ધાવણ બાળકને પચી જાય એવું આવે છે. માતાની કમર દુખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજીત કરે છે આથી પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી.

સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવૉટર’ કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફુલવું, ચુંક-આંકડી આવવી વગેરેમાં આ પાણી આપવામાં આવે છે.

સુવા કફ અને વાયુનું ઉત્તમ ઔષધ છે.

(૧) સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.

(૨) રેચક ઔષધ સાથે સુવા લેવાથી પેટમાં ચુંક-આંકડી આવતી નથી.

(૩) સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દીવસ લેવાથી દુર્ગંધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હીતકારી છે.

(૪) અડધી ચમચી જેટલું સુવાદાણાનું ચુર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મીશ્ર કરીને ચાટી જવું. ઉપર દુધભાત અથવા સાકર નાખી બનાવેલી ખીર ખાવી. બે-ત્રણ મહીના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવાં પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શીથીલતા દુર થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે.

(૫) સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

(૬) રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

(૭) જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.

(૮) સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.

(૯) સુવાના ગુણોનો લાભ લેવા નાની પાથી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.

શતાવરી

ઓક્ટોબર 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

શતાવરી શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે.

શતાવરીની બે જાતો થાય છે : (૧) મહા શતાવરી (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરીયાકીનારે વધુ થાય છે. તેનાં મુળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફુટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મુળીયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મુળીયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખુબ થાય છે. નાની શતાવરીનાં મુળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચુર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મુળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મુળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચુર્ણ વાપરવું વધુ સારું.

શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે. શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે.

શતાવરી ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે. શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તી વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.

(૧) દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું.

(૨) જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે.

(૩) કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં.

(૪) મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય.

(૫) રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે.

(૬) ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે.

(૭) રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ઘીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણુ દુર થાય છે.

(૮) મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે.

(૯) શતાવરીના બે ચમચી રસમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી સ્ત્રીઓને થતું પીત્તનું શ્વેત પ્રદર મટે છે.

(૧૦) એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળીને ઠંડુ પાડી પીવાથી સ્ત્રીઓને થતું રક્તપ્રદર અને લોહીવા મટે છે.

(૧૧) શતાવરી, જીરુ અને ગળો દરેકનું અડધી અડધી ચમચી ચુર્ણ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી ટાઢીયો તાવ મટે છે.

(૧૨) શતાવરી, સાકર, ગોળ અને કોપરું ખાવાથી પ્રસુતાનું ધાવણ વધે છે.

(૧૩) એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ નાખી પીવાથી પથરી મટે છે.

(૧૪) એક ચમચી શતાવરી અને બોદા ગોખરુનું ચુર્ણ દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે અને પેશાબમાં પડતું લોહી બંધ થાય છે.

(૧૫) શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વજન વધી શરીર હૃષ્ટપૃષ્ટ થાય છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તી આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે.

(૧૬) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.

(૧૭) શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે.

(૧૮) જો કોઈ પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તી ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતી ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવું.

(૧૯) શતાવરી, જેઠીમધ અને સાકર આ ત્રણેનું સરખા વજને બનાવેલું એક ચમચી જેટલું બારીક ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીરની આંતરીક ગરમી મટે છે. હાથની હથેળીની અને પગના તળીયાની બળતરા મટે છે.

શતાવરી પાક ૫૦૦ ગ્રામ શતાવરીનાં મુળ ખુબ ખાંડી પાણી નાખી પેસ્ટ જેવું બનાવી તેમાં ચારગણું ગાયનું દુધ અને ચારગણું ગાયનું ઘી નાખી પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. હવે બાકી રહેલા કલ્ક જેટલી સાકર નાખી પાક બનાવવો. એને શતાવરી પાક કહે છે. બે ચમચી જેટલો શતાવરી પાક સવાર-સાંજ ખાવાથી રક્તપીત્ત, એસીડીટી, ક્ષય, પીત્તના અને વાયુના રોગો મટે છે.

શતાવરી ક્ષીરપાક એક કપ દુધમાં એટલું જ પાણી મેળવી તેમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને એક ચમચી સાકર મેળવીને ખુબ હલાવી ધીમે તાપે ઉકાળવું. ઉકળવાથી જ્યારે પાણીનો ભાગ ઉડી જાય અને એક કપ જેટલું દુધ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠંડું પડે ત્યારે પી જવું, આ રીતે સવાર-સાંજ તાજું બનાવેલું શતાવરીયુક્ત દુધ-શતાવરી ક્ષીરપાક પીવામાં આવે તો શરીરની આંતરીક ગરમી, યોનીમાર્ગની આળાશ, બળતરા, ચાંદી, ગર્ભ ન રહેવો, વારંવાર કસુસાવડ થવી વગેરે મટે છે.

વડ (ચાલુ)

ઓક્ટોબર 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વડ (ચાલુ) (૩) વડનાં પાકાં લાલ ફળ(ટેટાં) બીજ સહીત ખાવાથી સારી શક્તી મળે છે.

(૪) હાડકું વધ્યું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ(ઉપલેટ) અને સીંધવ ચોપડી ઉપર વડની છાલ મુકી પાટો બાંધી રાખવો. ૧૦થી ૧૫ દીવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.

(૫) વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસુરની દાળ દુધમાં ખુબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.

(૬) વડની ટીશીઓ રોજ ગાયના દુધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે.  વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સુકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.

(૭) સડેલા દાંતોમાં વડનું દુધ મુકવાથી સખત દુખાવો પણ શાંત થાય છે.

(૮) કમરના અને ઘુંટણના દુખાવા ઉપર વડનું દુધ લગાડવાથી ખુબ રાહત થાય છે.

(૯) વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઉલટી મટે છે. ઉલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે.

(૧૦) વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરુર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચુર્ણ નાખવું.

(૧૧) દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.

(૧૨) ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે.

(૧૩) પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કુણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સુકવી ચુર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.

(૧૪) વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શક્યતા વધી જશે. પ્રસુતા પણ જો વડાંકુરોની ચટણીનું નીયમીત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધી સારી રીતે થાય છે.

(૧૫) વડના ટેટાનું ચુર્ણ સ્ત્રી-પુરુષ બંને નીયમીત સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દુર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે.

(૧૬) પેટની અને આંતરડાંની ગરમી દુર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે.

(૧૭) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી સેવન કરવું. તે પીત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળીયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે.

(૧૮) લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કુણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.

(૧૯) તમામ જાતની અશક્તીમાં વડનું દુધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય ત્યારે વડનું દુધ પતાસામાં આપવું.

(૨૦) હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દુધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે.

મધ

ઓગસ્ટ 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ મધ જેની સાથે મધ લેવામાં આવે તેના ગુણોનું મધ વહન કરે છે. તેથી જ ઘણા રોગોમાં અનુપાન રુપે મધ લેવામાં આવે છે. મધ ઉત્તમ કફનાશક છે. એક વર્ષ જુનું મધ મેદ-ચરબીનો નાશ કરે છે. શ્વાસ-દમ, શરદી, ક્ષય, ઉધરસ જેવા કફના રોગોમાં મધ ખુબ જ હીતાવહ છે. મધ અરુચી દુર કરે છે. એ ત્રીદોષહર છે. એ હેડકી, શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી, તરસ-શોષ, રક્તપીત્ત, કૃમી, પ્રમેહ, મુર્છા, થાક, બળતરા તથા ક્ષતને દુર કરે છે. નવું મધ સારક એટલે મળને સરકાવનાર તથા કંઈક અંશે કફકારક છે. જ્યારે જુનું મધ કફનાશક, ગ્રાહી-મળને રોકનાર, રુક્ષ, મેદ દુર કરનાર તથા અતી લેખન-દોષોને બહાર કાઢનાર છે. ઘી અને મધ સરખા પ્રમાણમાં લેવાં નહીં. કફમાં મધ બમણું અને વાતમાં ઘી બમણું લેવું. તે જ પ્રમાણે મધ ગરમ કરીને કે ગરમાગરમ ખાદ્ય સાથે લઈ શકાય નહીં. મધમાં શર્કરાનું પ્રમાણ વીશેષ હોવાથી ડાયાબીટીસમાં હીતાવહ નથી. મધ વધુ પ્રમાણમાં લેવું પણ નુકસાનકારક બની શકે. વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ઘી, તેલ, માખણ બંધ કરવાં. મધ આંખમાં આંજવાથી આંખ નીર્મળ બની દૃષ્ટીશક્તી વધે છે. સ્વર માટે પણ મધ હીતકારી છે. મધ હૃદયને પ્રીય અને લાભકારક છે. મધમાં કામશક્તી વધારવાનો ગુણ છે. મધ ઘા શુદ્ધ કરી રુઝ લાવે છે. મધમાં ભેજ શોષી લેવાનો ગુણ છે આથી એ જીવાણુનાશક છે. મધમાં ટાઈફોઈડના જીવાણુઓ ૪૮ કલાકમાં અને મરડાના જીવાણુઓ ૧૦ કલાકમાં નાશ પામે છે. તંદુરસ્ત અને દીર્ઘજીવન ઈચ્છતા લોકોએ મધનું નીયમીત સેવન કરવું જોઈએ. તંદુરસ્ત રહેવા ઈચ્છતી વ્યક્તીએ દરરોજ બે ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મીશ્ર કરી સેવન કરવું જોઈએ.

મધના આ ગુણો સાચા મધના છે. મધ સાચું છે કે બનાવટી તે જાણવા માટે (૧) જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડી વારમાં ઉડી શકે તો એ સાચું મધ. (૨) મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું હોઈ શકે. (૩) સાચા મધનું ટીપું પાણીમાં નાખવાથી એ તળીયે બેસી જાય છે. (૪) સાચું મધ કુતરાં ખાતાં નથી. આ ચાર કસોટીઓ પ્રચલીત છે.

(૧) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે.

(૨) નરણે કોઠે મધ-લીંબુના શરબતથી ભુખ ઉઘડે છે.

(૩) મધ જીવાણુઓનો નાશ કરે છે. ક્ષય અને ટાઈફોઈડના દર્દીઓ માટે ઉત્તમ છે.

(૪) હજારો વર્ષ સુધી મધ બગડતું નથી. બાળકોના વીકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરુઆતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ ક્યારેય નહીં થાય.

(૫) મધથી આંતરડાને ઉપયોગી એવા એસીકોકલીસ જીવાણુઓની વૃદ્ધી થાય છે.

(૬) દુર્બળ અને સગર્ભા સ્ત્રી માટે મધ શ્રેષ્ઠ પોષક આહાર છે.

(૭) મધ દીર્ઘાયુ બક્ષે છે. મધથી વીર્યની તથા લોહીના રક્તકણોની વૃદ્ધી થાય છે. ગર્ભવતી અને પ્રસુતાએ બાળકના હીતાર્થે મધ લેવું જોઈએ.

(૮) મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે. તે શરીરના રંગને નીખારવાનું અને ચામડીને કોમળ બનાવવાનું કામ કરે છે.

(૯) ચહેરા અને શરીર પર મધ ઘસવાથી સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.

(૧૦) મધ, લીંબુ અને ચણાનો લોટ પાણીમાં મીશ્ર કરી ચહેરા પર ઘસી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે.

(૧૧) મધના સેવનથી કંઠ મધુર અને સુરીલો બને છે.

(૧૨) મધ દુર્બળતા, દમ, અપચો, કબજીયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનીદ્રા, થાક, વાયુવીકાર તથા અન્ય ઘણા રોગોમાં અચુક દવા છે.

(૧૩) ધારોષ્ણ દુધ અને ફળોના રસમાં મધ લઈ શકાય. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશાં હીતાવહ છે. મધ ગરમ કરવું નહીં.

(૧૪) કમળ-કાકડી, મુળા, માંસ સાથે મધ લઈ ન શકાય.

(૧૫) વરસાદનું પાણી તથા ઘી, તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો સાથે મધ સમ માત્રામાં લેવું વીષ સમાન છે.

(૧૬) મધ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે. જ્યારે મધને સવાર-સાંજ હુંફાળા દુધ સાથે લેવામં આવે તો શરીરનું વજન વધે છે.

(૧૭) તંદુરસ્ત રહેવા માટે મધનું સેવન અનીવાર્ય છે. અમેરીકામાં હાથ ધરાયેલા એક વીસ્તૃૃત સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, મધ લોહીનું શુધ્ધીકરણ કરવા ઉપરાંત શરીરને સ્ફુર્તીલું રાખે છે. દરરોજ સવારે એક ચમચી મધનું સેવન આખો દીવસ શરીરને સ્ફુર્તી પુરી પાડે છે લગભગ ૧૦૦ સ્ત્રી-પુરુષો પર હાથ ધરાયેલા સંશોધન બાદ ઉકત અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. બધાં જ સોએ સો જણ પર મધની હકારાત્મક અસર જોવા મળી હતી.

નાગકેસર

મે 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાગકેસર : નાગકેસરનાં વૃક્ષોનો દેખાવ સુંદર હોય છે. એનાં વૃક્ષો આસામ, હીમાલય, બંગાળ, નેપાળ તથા બ્રહ્મદેશમાં થાય છે. એના પાંચ પાંખડીવાળાં સફેદ ફુલોની વચ્ચે સોનેરી રંગનાં પુંકેસરોનો ગુચ્છો હોય છે. આ પુંકેસર એ જ સાચું નાગકેસર. એ બજારમાં મળે છે.

(૧) અડધીથી એક ચમચી નાગકેસરનું ચુર્ણ એટલી જ ખડી સાકર, માખણ અને કાળા તલ સાથે સવાર-સાંજ લેવાથી દુઝતા હરસ મટે છે.

(૨) સાકર સાથે નાગકેસર લાંબો સમય લેવાથી ગર્ભાશય અને યોનીના વીકારો, શ્વેતપ્રદર, બળતરા, ખંજવાળ, મૈથુન સમયનો દુ:ખાવો, વાસ આવવી, સોજો વગેરે મટે છે. આ ઉપાયથી આંતરીક શીતળતા થવાથી ગર્ભસ્થાપન પણ થાય છે.

(૩) મરડો, આંતરડામાં સોજો કે ચાંદાં(અલ્સરેટીવ કોલાયટીસ), મંદ જઠરાગ્ની કે આમ હોય તો પા(૧/૪) ચમચી જેટલું સાચું શુદ્ધ નાગકેસર(મોંઘું નથી) અને ઈન્દ્રીયજવનાં બીજ સવાર-સાંજ જમ્યા પછી નવશેકા ગરમ પાણી સાથે લેવાથી મટે છે.

(૪) લોહીવા વારંવાર થતો હોય, માસીકસ્રાવ ખુબ જ અને અનીયમીત થતો હોય, અવારનવાર કસુવાવડો થતી હોય, તો રોજ નાગકેસર લેવું જોઈએ. જેથી ગર્ભાશયના દોષ મટે અને ગર્ભાશય ગર્ભને ટકાવી રાખવા માટે યોગ્ય બને.

(૫) હાથ-પગની, માથાની, તાળવાની, આંખોની, મુત્રમાર્ગની, યોનીની બળતરા, શરીરના કોઈ પણ ભાગમાંથી થતો રક્તસ્રાવ, શરીરની ખોટી આંતરીક ગરમીમાં રોજ સવાર-સાંજ પાથી અડધી ચમચી નાગકેસર, એક ચમચી માખણ અને એક ચમચી ખડી સાકરનો પાઉડર મીશ્ર કરી ચાટી જવું.

(૬) અડધી ચમચી નાગકેસર તાજી મોળી છાશમાં ખુબ લસોટી ચાટી જવાથી એકથી બે માસમાં ગર્ભાધાન થાય છે.

ધાણા

મે 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ધાણા : ધાણા તુરા, સહેજ તીખા, કડવા, મધુરપચ્યા પછી પણ મધુર, સ્વાદીષ્ટ, સુગંધીત, ઠંડા, પચવામાં હલકા, સ્નીગ્ધ, હૃદય માટે હીતકર, આંતરીક માર્ગોની શુદ્ધી કરનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, આહાર પર રુચી ઉત્પન્ન કરનાર, પાચન કરનાર, મળને બાંધનાર તથા રોકનાર, મુત્ર પ્રવૃત્તી વધારનાર, વીર્ય માટે અહીતકારી, તરસ શમાવનાર, ત્રણે દોષો શમાવનાર, આંખો માટે સારા, બળતરા, દમ, ઉધરસ, ઉલટી, ઉબકાનું શમન કરનાર છે. તાવ મટાડનાર અને ત્રીદોષનાશક છે.

(૧) ધાણા અને સાકર પેટની બળતરા-એસીડીટીનું ઉત્તમ ઔષધ છે.

(૨) ધાણા મુત્રપ્રવૃત્તી વધારનાર, ભુખ લગાડનાર, પાચનક્રીયા સુધારી આહારનું પાચન કરાવનાર, વાયુની ઉર્ધ્વગતી સુધારી વાયુને સરકાવનાર, આંતરીક બળતરાને શાંત કરનાર, શીતળ હોવાથી પીત્ત અને તરસ શાંત કરનાર, ઉલટી, અતીસાર, ભારે આહાર દ્રવ્યોથી થતું આમાજીર્ણ તથા આફરા જેવી પેટની વીકૃતીઓમાં હીતાવહ છે. આ બધી તકલીફોમાં જમતી વખતે બેથી ત્રણ ચમચી કોથમીરની ચટણી ખાવી જોઈએ, અથવા સુકા ધાણાનું સાકર સાથે બનાવેલું શરબત પીવું જોઈએ.

દ્રાક્ષ

એપ્રિલ 23, 2009

દ્રાક્ષ : દ્રાક્ષ તરસ, બળતરા, તાવ, દમ, રક્તપીત્ત, છાતીમાં વ્રણ-ચાંદું, ક્ષય, વાયુ, પીત્તના રોગ, મોં કડવું થવું, મોં સુકાવું, ઉધરસ વગેરે મટાડે છે. એ શરીરને પુષ્ટ કરે છે તથા કામશક્તી વધારે છે. એ શીતળ અને સ્નીગ્ધ છે.

લીલા રંગ કરતાં કાળી કે જાંબલી દ્રાક્ષમાં શરીરને લાભકારક તત્ત્વો વધુ હોય છે. દ્રાક્ષમાં વીટામીન એ, બી, સી અને થોડા પ્રમાણમાં લોહ હોય છે. એમાં રહેલું રેઝર્વોટેલ નામનું તત્ત્વ ફ્રી રેડીકલ્સનો નાશ કરે છે.

દ્રાક્ષમાં સાકર હોવા છતાં એનાથી ડાયાબીટીસ વધતો નથી. ડાયાબીટીસવાળા દર્દી પણ રોજની ૧૦૦ ગ્રામ જેટલી દ્રાક્ષ ખાઈ શકે.

રોજ દ્રાક્ષ ખાવાથી લોહીનું પરીભ્રમણ વધે છે, રીઝર્વોટેલને કારણે અકાળે આવતું વૃદ્ધત્વ અટકી જાય છે. લોહીની નળીઓ તુટતી નથી. રોગપ્રતીકારક શક્તી વધે છે. એલર્જીમાં રાહત મળે છે.

દ્રાક્ષમાં રહેલું પોટેસીયમ લોહીનું દબાણ તથા કૉલેસ્ટરોલ ઘટાડે છે. લોહી શુદ્ધ થાય છે, ઝાડા મટે છે, શરીરમાં બળ, તાજગી વધે છે. કબજીયાત અને હરસમાં ફાયદો થાય છે.

દરરોજ એક ચમચી દ્રાક્ષનાં બીનો પાઉડર લેવાથી સોજા, ઘા, ઘસરકો મટે છે અને આંખના નંબર ઘટે છે.

જાંબુ

માર્ચ 15, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જાંબુ : જાંબુ તુરું, મધુર અને ખાટું છે. જે પચી ગયા પછી મધુર બને છે. જાંબુ રુક્ષ-લુખું, શીતળ, પીત્ત અને કફશામક, પ્રબળ વાયુવર્ધક, રક્તસ્રાવ અટકાવનાર, ચામડીના રોગો, રક્તના રોગો અને બળતરાનું શમન કરનાર છે. એ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, યકૃત-લીવરને ઉત્તેજનાર, મળને રોકનાર, થાક અને તૃષા મટાડનાર, અતીસાર, શ્વાસ, ઉધરસ, ઉદરકૃમી અને મધુપ્રમેહ એટલે કે ડાયાબીટીસમાં હીતાવહ છે. જાંબુસ્વાદીષ્ટ, મળને રોકનાર, પચવામાં ભારે અને ભોજન પરની અરુચી દુર કરનાર છે.

જાંબુના ઠળીયાને શેકી તેનો મુખવાસમાં ઉપયોગ થાય છે. જાંબુ પરમ વાતલ એટલે વાયુ કરનાર છે, તેમ છતાં ઉત્તમ ઔષધ છે. મોટાં રસદાર મીઠાં જાંબુ સારાં. નાનાં જાંબુ પણ મીઠાં હોય તો ખાઈ શકાય, પરંતુ ખાટાં ન ખાવાં. જાંબુ કફ અને પીત્ત મટાડે છે. એ મળને બાંધનાર હોવાથી પાતળા ઝાડા-અતીસાર, સંગ્રહણી, અપચો વગેરેમાં ઉપયોગી છે.

૧. જો કોઈ પણ કારણથી બરોળ મોટી થઈ ગઈ હોય તો સવાર-સાંજ જમ્યા પછી એક કપ જાંબુનો રસ પીવો.

૨, અજીર્ણ થયું હોય, તેમણે જમ્યા પછી જાંબુ ખાવાં.

૩. ડાયાબીટીસમાં જમ્યા પછી જાંબુના બે-ત્રણ ઠળીયા ખાવા હીતાવહ છે.