Posts Tagged ‘મંદાગ્ની’

કાજુ

જુલાઇ 28, 2013

આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે. ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા.

કાજુ:  પચવામાં હળવાં, મધુર, સ્નીગ્ધ અને ગરમ એવાં કાજુ પેશાબ લાવનાર, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક, તથા ભુખ ઉઘાડનાર છે. કીડની આકારનાં કાજુનાં ફળો કીડનીનાં દર્દોમાં પણ ઉપયોગી છે.

(૧) કાજુનાં ફળ જઠરના વિવિધ રોગો જેવા કે મંદાગ્ની, કબજીયાત, આફરો, ઝાડા, અપચો, અજીર્ણમાં ફાયદાકારક છે.

(૨) નળવીકારમાં ૮થી ૧૦ કાજુ ઘીમાં શેકીને મરી-મીઠું ભભરાવીને નરણા કોઠે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

(૩) મગજની નબળાઈ અને મંદસ્મૃતીમાં રોજ સવારે ૪થી ૮ કાજુ ખાઈ ઉપર ૧ ચમચી મધ કે ૧ કપ દુધ પીવાથી મગજની નબળાઈ દુર થાય છે.

મંદાગ્ની

ઓક્ટોબર 24, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) સુંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન, એલચી વગેરેનું બોરકુટું ચુર્ણ નાખી બનાવેલો ઉકાળો પીવાથી મંદાગ્ની મટે છે.

(૨) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી મંદાગ્ની મટે છે.

(૩) રીંગણાં અને ટામેટાંનું સુપ બનાવી પીવાથી મંદાગ્ની મટે છે.

(૪) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, બરાબર ઘુંટી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી મંદાગ્ની મટે છે.

(૫) લીંબુના રસમાં ચોથા ભાગે ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડું થાય એટલે શીશીમાં ભરી લેવું. આ શરબત ૧૫ થી ૨૫ ગ્રામ લઈ, પાણી મેળવી પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઉબકા, અરુચી, ઉલટી, મંદાગ્ની અને લોહીવીકાર મટે છે.

(૬) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મંદાગ્ની મટે છે.

(૭) ફુદીનો, લીંબુનો રસ, તુલસી અને આદુની બનાવેલી ચટણી ખોરાક સાથે લેવાથી મંદાગ્ની મટે છે.

(૮) લીંડીપીપરના ચુર્ણને મધ સાથે ચાટવાથી મંદાગ્નીમાં લાભ થાય છે.

(૯) તુલસીનો રસ મધ સાથે લેવાથી ભુખ ઉઘડે છે.

(૧૦) થોડું સીંધવ અને આઠ દસ ટીપાં લીંબુનો રસ અડધી ચમચી અજમામાં નાખી સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી ચારથી છ દીવસમાં ભુખ ઉઘડે છે. એનાથી કબજીયાત, ગૅસ, આફરો મટી જઈ પેટ હળવું ફુલ બને છે.

(૧૧) બેથી ત્રણ ચમચી આદુનો રસ એટલા જ લીંબુના રસ સાથે મીશ્ર કરી એમાં ચાર-પાંચ એલચીના દાણાનું ચુર્ણ અને એટલું જ ગંઠોડાનું ચુર્ણ મીશ્ર કરી પીવાથી જઠરાગ્ની બળવાન બનશે અને મંદાગ્ની મટશે.

પીત્ત

ઓગસ્ટ 4, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીત્ત 

(૧) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પીત્ત મટે છે.

(૨) કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પીત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.

(૩) પીત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હીતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખુબ શીતળ છે.

(૪) બીજ વગરની કાળી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ અને હરડેનું ચુર્ણ ૧૦૦ ગ્રામને ખુબ લસોટી એક ચમચી જેટલા મીશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી ૨૦ થી ૨૫ મીનીટ પલાળી રાખવી. પછી તેને પાણીમાં ખુબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક વીકારો- કબજીયાત, ગૅસ, જ્વર, મળની દુર્ગંધ, હૃદયરોગ, લોહીના વીકારો, ત્વચાના રોગો, ઉધરસ, કમળો, અરુચી, પ્રમેહ અને મંદાગ્ની જેવા રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે.

(૫) ૧ લીટર પાણીમાં ૧થી ૧.૫(એકથી દોઢ) ચમચી સુકા(જુના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી ૩ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પીત્તદોષ કે ગરમીથી પીડાતા કે પીત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પીત્તનો તાવ, દાહ-બળતરા, પીત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમ્લપીત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દુઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફુટવી, રક્તસ્રાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સુકો દમ, વધુ પડતી તરસ જેવાં દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વીષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વીષનાશક હોઈ લાભપ્રદ છે

(૬) કોઠાનાં પાનની ચટણી બનાવી પીત્તનાં ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.

(૭) આમલી પીત્તશામક તથા વીરેચક છે. ઉનાળામાં પીત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

(૮) ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવી પીવાથી પીત્તજન્ય વીકારો મટે છે.

(૯) અળવીનાં કુણાં પાનનો રસ જીરુની ભુકી મેળવી આપવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૧૦) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૧૧) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

(૧૨) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પીત્તપ્રકોપ શાંત થાય છે.

(૧૩) પાકાં કેળાં અને ઘી ખાવાથી પીત્તરોગ મટે છે.

(૧૪) જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પીત્તવીકાર મટે છે.

(૧૫) જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પીત્તવીકાર મટે છે.

(૧૬) આમળાનો રસ પીવાથી પીત્તના રોગો મટે છે.

(૧૭) દુધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પીત્તનું શમન થાય છે.

(૧૮) ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી. આવી જ રીતે ગુલાબના ફુલની પાંખડીઓનો બનાવેલો ગુલકંદ પણ પીત્તના રોગોમાં અને એસીડીટીમાં પણ પ્રયોજી શકાય.

(૧૯) સો સો ગ્રામ શતાવરી, જેઠીમધ અને સાકરનું મીશ્રણ કરી ખુબ ખાંડી ચુર્ણ કરવું. એક ચમચી આ ચુર્ણ દુધ સાથે લેવાથી પીત્તના રોગો શાંત થશે.

સુંઠ્યાદી ચુર્ણ

ડિસેમ્બર 3, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુંઠ્યાદી ચુર્ણ (૧) સુંઠ ૬૦ ગ્રામ, લીંડીપીપર ૬૦ ગ્રામ, મરી ૪૦ ગ્રામ, નાગરવેલનાં સુકવેલાં પાન ૩૦ ગ્રામ, તજ ૨૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ અને ૨૨૦ ગ્રામ સાકરનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ સુંઠ્યાદી ચુર્ણ નં.૧ છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, અરુચી, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ-ગળાના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. બે મહીના બાદ નવું ચુર્ણ બનાવવું જોઈએ.

(૨) અમલભેદ, સુંઠ, દાડમ, સંચળ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૨. આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી શ્વાસ, કફના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. આ ચુર્ણનો ઉપયોગ કરતી વખતે કફકારક આહાર-વીહારનો ત્યાગ કરવો.

(૩) અતીવીષ, સુંઠ, ચીત્રક, નાગરમોથ, ઈન્દ્રજવ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૩. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ નવશેકા પાણી સાથે સવાર-સાંજ લેવાથી અતીસાર, આમાતીસાર, જુનો મરડો, ગેસ, આફરો, વાછુટ અને મળની દુર્ગંધ વગેરે મટે છે.

લવંગાદી ચુર્ણ

સપ્ટેમ્બર 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

લવંગાદી ચુર્ણ

લવંગાદી ચુર્ણ-૨ : લવીંગ ૮ ગ્રામ, એલચી ૬ ગ્રામ, જાયફળ ૬ ગ્રામ અને અફીણ ૧ ગ્રામનું મીશ્રણ કરી બારીક ચુર્ણ બનાવવું. એક કપ સહેજ ગરમ નવશેકા પાણીમાં પાંચ ગ્રામ ચુર્ણ નાખી સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઉદરશુળ, ગૅસ, પાતળા ઝાડા અને ઉબકા-ઉલટી મટે છે.

લવંગાદી ચુર્ણ-૩ : લવીંગ, પીપર, જાયફળ દસ-દસ ગ્રામ, કાળા મરી વીસ ગ્રામ, સુંઠ એકસો સાઠ ગ્રામ લઈ બનાવેલું ચુર્ણ હવાચુસ્ત બાટલીમાં ભરવાથી તેના ગુણો બે મહીના જળવાઈ રહે છે. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી ઉધરસ, તાવ, પ્રમેહ, અરુચી, શ્વાસ, મંદાગ્ની, સંગ્રહણી, ગૅસ, આફરો, મોળ વગેરે મટે છે.

લવીંગ

સપ્ટેમ્બર 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

લવીંગ : લવીંગ સુગંધી, આહારનું પાચન કરનાર, ભુખ લગાડનાર, વાયુને હરનાર, ઉત્તેજક, સ્ત્રીદોષહર, કફનાશક, તીખું, હલકું, શીતવીર્ય, રુચી ઉત્પન્ન કરાવનાર, વમન, આફરો, તરસ, ગેસ-ગોળો, શુળ-આંકડી, ઉધરસ, શ્વાસ, શરદી, કફજ્વર, ક્ષય વગેેરેનો નાશ કરનાર છે.

લવીંગ કડવું, નેત્રને હીતકારી, ઠંડું, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ભોજન પર રુચી ઉપજાવનાર અને પીત્ત, લોહીના રોગો, તરસ, ઉલટી, હેડકી, શ્વાસને મટાડે છે.

લવીંગ દીપન અને પાચન બંને વધારનાર છે. એમાં સડો દુર કરવાનો ઉત્તમ ગુણ હોવાથી દાંત, મોં તથા કફની દુર્ગંધ દુર કરે છે. ખાદ્ય સામગ્રી સાથે એનો ઉપયોગ કરવાથી ગૅસ, વાછુટ અને મળની દુર્ગંધ દુર થાય છે.

વળી લવીંગ અરુચી, મંદાગ્ની, ઉબકા, ઉલટી, કફના રોગો, તરસ, ગૅસ અને આફરો મટાડે છે.

ખાદ્ય વાનગીઓમાં એનો ઉપયોગ કરવાથી તે સ્વાદીષ્ટ અને સુપાચ્ય બને છે.

(૧) શરદીમાં લવીંગનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.

(૨) લવીંગનું તેલ દાંત પર મુકવાથી દાંતનો દુ:ખાવો તરત જ મટે છે.

(૩) એકાદ–બે લવીંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થાય છે.

(૪) પાતળા ઝાડા થતા હોય તો લવીંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે. એકાદ-બે લવીંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થવાથી  પાચનક્રીયા સુધરે છે.

(૫) મરડો, ઝાડા, આફરો, ઉદરશુળ, દમ-શ્વાસનો હુમલો વગેરે પણ લવીંગથી મટે છે.

(૬) ખાદ્યસામગ્રી સાથે તેના ઉપયોગથી ગૅસ-વાછુટ અને મળની દુર્ગંધ  દુર થાય છે.

(૭) માથું દુખતું હોય તો કપાળ પર લવીંગ ચોપડવાથી તરત રાહત થાય છે. બે લવીંગ ચાવવાથી કફ-ઉધરસમાં રાહત થાય છે અને મોઢાની દુર્ગંધ મટે છે.

(૮) લવીંગ મોઢામાં રાખી ચુસવાથી સગર્ભાની ઉલટી, ઉબકા શાંત થાય છે. લવીંગનું ચુર્ણ મધમાં મીશ્ર કરી ચટાડવાથી પણ સગર્ભાની ઉલટીઓ શાંત થાય છે.

(૯) પાંચથી સાત લવિંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.

લવીંગાદી ચુર્ણ : લવીંગ, એલચી, તજ, નાગકેસર, કપુર, જાયફળ, શાહજીરુ, વાળો, સુંઠ, કાળું અગર, વાંસકપુર, જટામાંસી, નીલકમળ, પીપર, ચંદન, ચણકબાબ, તગર આ દરેક ઔષધ વીસ-વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. એને લવીંગાદી ચુર્ણ કહે છે. એક ચમચી ચુર્ણ બે ચમચી મધમાં સવાર-સાંજ લેવાથી કફના રોગો, ખાંસી, હેડકી, ગળાના રોગો, શરદી, છીંકો વગેરે મટે છે. ઘી સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે.

મેથી

ઓગસ્ટ 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મેથી : એ કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટીક છે.

મેથી વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે.

મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર, કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

ડાયાબીટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.

મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.

મેથી યકૃત અને બરોળને બળવાન બનાવે છે.

(૧) એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.

(૨) મેથી વાયુનાશક હોવાથી કમર, પીંડલી, ઢીંચણ અને સાંધાનો દુ:ખાવો મટાડે છે. એ માટે મીઠાઈ, તળેલું, ઘી-માખણ અને ખટાશ સંપુર્ણ બંધ કરી, રોજ રાતે ૨૦ ગ્રામ મેથીના દાણા પલાળવા. તેના ફણગા ફુટે એટલે સવારે અને રાતે અર્ધો અર્ધો ભાગ ચાવી જવો. દુખતી જગ્યાએ અનુકુળ આવે તેવો શેક કરવો.

(૩) સમાન ભાગે મેથી અને સુવા મીશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચી, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.

(૪) ગોળ અથવા પાણીમાં પા(૧/૪) ચમચી મેથીનું ચુર્ણ લેવાથી કબજીયાત મટે છે.

(૫)  વાયુના ૮૦ રોગો પૈકી એક રોગનું નામ ‘વાતકંટક’ છે. આમાં પગની ઘુંટી પાસે અથવા પાનીના હાડકાં પર હુકની જેમ હાડકું વધે છે અને ચાલવાથી તે ખુબ જ દુખે છે. સવારે ઉઠતી વખતે તો થોડી વાર પગ પર ચાલી પણ શકાતું નથી. આ વીકૃતીનું મેથી ઉત્તમ ઔષધ છે. કાચી મેથીને અધકચરી ખાંડી બનાવેલો એક ચમચી ભુકો રોજ રાત્રે સુતી વખતે ફાકી જવો અને ઉપર એક ગ્લાસ જેટલું દુધ પીવું. બે મહીના આ ઉપચાર કરવો. દુખાવા ઉપર રેતીનો શેક કરવો અને આવશ્યક પરેજી પાળવી.

મેથીની ભાજી   મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પીત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શ્યમ તથા વીટામીનોનું પ્રમાણ ઘણું સારું છે.

ડાયાબીટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.

દરેક ભાજીમાં વીટામીનો, લોહ, ચુનો, આયોડીન વગેરે ખનીજ તત્ત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે.

સંધીવા, લકવા, અડદીયો વા, કટીગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતી ઉત્તમ છે.

મઠો

જુલાઇ 31, 2009

મઠો (૧) દહીંમાં અડધો અડધ પાણી મેળવીને વલોવીને બનાવેલો મઠો કફ કરનાર, બળ આપનાર, સુપાચ્ય એટલે કે સરળતાથી પચી જનાર અને તે અત્યંત આમનાશક છે.

(૨) દહીંમાં ચોથા ભાગનું પાણી નાખીને વલોવવાથી જે ઘાટું દ્રવ તૈયાર થાય તેને જ ‘મઠો’ કહેવામાં આવે છે અને આ મઠો જ બધા પ્રકારોથી અધીક ગુણકારી અને સેવન યોગ્ય છે. આ મઠો સુપાચ્ય, અધીક પૌષ્ટીક, આહાર પર રુચી ઉપજાવનાર, કૃશ વ્યક્તીનું વજન વધારનાર, નબળા આંતરડાને સુધારનાર અને સંગ્રહણી, અપચો, મંદાગ્ની, ગૅસ, આફરા જેવા પાચનતંત્રના રોગોમાં ખુબ જ હીતાવહ અને સેવન યોગ્ય છે. ટાઈફોઈડ મટી ગયા પછી આંતરડાની શીથીલતા દુર કરવા માટે મઠાનું સેવન ઉત્તમ છે.

બીજોરું

જુલાઇ 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બીજોરું : બીજોરું લીંબુની જાતનું જ છે. એનાં પાન લીંબી કરતાં લાંબાં અને મોટાં હોય છે. તેને આઠથી દસ ઈંચ જેટલાં લાંબાં ફળો આવે છે. ઔષધમાં આ ફળ વપરાય છે.

બીજોરાનો રસ અત્યંત ખાટો, પથ્યકર, રુચીકારક અને પીત્તશામક છે. ફળ પીળું થયા પછી જ ઉપયોગમાં લેવું જોઈએ. બીજોરું સ્વાદીષ્ટ, ખાટું, ગરમ, અગ્નીને પ્રદીપ્ત કરનાર, પચવામાં હળવું, રક્તપીત્ત નાશક, હૃદય માટે હીતકારી તથા ખાંસી, ચુંક, ઉલટી, કફ, ગોળો, હરસ, અરુચી અને તરસનો નાશ કરનાર છે. એ બરોળ અને અપચામાં ઉપયોગી છે. એની છાલ ખુબ જ મીઠી હોય છે અને ગર્ભ ખુબ જ ખાટો હોય છે. શ્રેષ્ઠ ખાટાં ફળોમાં એનો સમાવેશ થાય છે.

બીજોરાનો રસ ચુંક, ઉલટી, કફ, ગોળો, અરુચી, મંદાગ્ની વગેરે મટાડે છે. અરુચી, ઉબકા, ઉલટી, મોળ આવવી વગેરેમાં બીજોરાના ફળની કળીઓ પર સીંધવ છાંટીને ખાવાથી લાભ થાય છે. એનું શરબત જીભ અને કંઠની શુદ્ધી કરે છે.

(૧) બીજોરાનો મુરબ્બો સમગ્ર પાચનતંત્ર અને હૃદય માટે હીતાવહ છે.

(૨) બીજોરાના રસનો કોગળો ધારણ કરી રાખવાથી દાંતના જીવાણુઓ નાશ પામે છે. આથી પાયોરીયા મટે છે અને મોંની વાસ દુર થાય છે.

(૩) બીજોરાનો રસ બરોળના અને લીવરના રોગોમાં ખુબ ફાયદાકરાક છે.

(૪) કમળામાં બીજોરાના રસનું શરબત પીવાથી લાભ થાય છે.

(૫) ચુંક, ઉલટી, કફ, અરુચી, ગોળો, હરસ વગેરેમાં બીજોરાની કળીઓ સીંધવ છાંટીને ખાવી.

(૬) બીજોરાની કળીઓ સહેજ મીઠું નાખી ખાવાથી સગર્ભાની ઉલટી, ઉબકા, અરુચી જેવી તકલીફો દુર થાય છે.

પાણી-૪

જૂન 10, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઔષધો નાખી ઉકાળેલું પાણી મોથ, પીત્તપાપડો, સુગંધી વાળો, અાખા જુના ધાણા અને સુખડ અા બધાં દ્રવ્યો કે કોઈ પણ બે-ત્રણ નાખી પાણી ઉકાળીને ઠંડુ કરવું. અાવું પાણી પીવાથી તરસ, દાહ અને તાવ જલદી શાંત થાય છે અને દર્દીને રાહત થાય છે.

અજમાવાળું પાણી ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮થી ૧૦ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે.

જીરા-જળ ૧ લીટર પાણીમાં ૧ થી ૧ાા ચમચી જીરુ નાખી ઉકાળવું. ચોથા ભાગનું (એકચતુર્થાંશ) પાણી બાળીને ઠંડુ પાડી ગાળી લેવું. અા પાણી ધાણા જળની જેમ ઠંડા ગુણ ધરાવે છે. જીરા જળથી અાંતરીયો મેલેરીયા તાવ, અાંખોની ગરમી, રતાશ, હાથ-પગનો દાહ, વાયુ કે પીત્તની ઉલટી, ગરમી કે વાયુના ઝાડા, લોહીવીકાર, બહેનોને સફેદ પાણી પડવું કે બહુ ટુંકા ગાળે (૨૦-૨૨ દીવસે) માસીક અાવવું, ગર્ભાશયનો સોજો, વધુ પડતું માસીક અાવવું, કૃમી, પેશાબની અલ્પતા વગેરે દર્દોમાં લાભ કરે છે.