Posts Tagged ‘ગાંઠ’

ગાંઠ

મે 11, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગાંઠ (૧) ડુંગળી ઉપર ભીનું કપડું વીંટી, કોલસામાં મુકી, બફાઈ જાય એટલે બહાર કાઢી, છુંદી, તેમાં જરા હળદર નાખી બાંબલાઈ કે બદની ગાંઠ પર બાંધવાથી ગાંઠ વેરાઈ જાય છે અથવા જલદી ફુટી જાય છે.

(૨) પાલખનાં પાનને પીસી પોટીસ બનાવી અથવા તેનાં બી વાટી ખદખદાવી પોટીસ બનાવી અપક્વ ગાંઠ પર બાંધવાથી ગાંઠ જલદી પાકી જાય છે અને તાવ આવતો હોય તો ઓછો થઈ જાય છે.

(૩) દર કલાકે એક મોટી ચમચી વરીયાળી ચાવી ચાવીને ખાવાથી અથવા વરીયાળી ચાવી ન શકાય તો વરીયાળીનો પાઉડર કે વરીયાળીનો ઉકાળો લેવાથી શરીરમાં થયેલી સામાન્ય ગાંઠ મટે છે.

વરણો

ઓક્ટોબર 7, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વરણો એને વાયવરણો, કાગડાકેરી કે કોયોવડ પણ કહે છે. ૨૦થી ૩૦ ફુટ ઉંચું આ ઝાડ બધે જ થાય છે. એના સાધારણ કદનાં ઝાડ કોંકણમાં ખુબ થાય છે. તેનાં પાન બીલી જેમ ત્રીદલ હોય છે. પાનની ગંધ ઉગ્ર હોય છે અને દાંડી એરંડાની જેમ લાંબી હોય છે. પાન ખુબ કડવાં હોય છે, આથી એની ભાજીમાં ડુંગળી વધારે નાખવી પડે છે. એની છાલ ખુબ ગરમ છે, આથી દુખાવાના સ્થાન પર એનો લેપ કરવામાં આવે છે.

વરણો અને સરગવો ગુણમાં લગભગ સરખા છે. વરણો ગરમ છે એટલે તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આહારનું પાચન કરાવે છે. ભુખ ન લાગતી હોય તેને માટે વરણાનું સેવન આશીર્વાદ સમાન છે. યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં આ વાયવરણો અકસીર ઔષધ છે.

(૧) વાયવરણાના મુળ અને છાલનું અડધીથી એક ચમચી ચુર્ણ એક ગ્લાસ પાણીમાં મંદ તાપે અડધા કપ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ પીવાથી ઉપરોક્ત બધી તકલીફ મટે છે.

(૨) શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય તો તેના પર વરણાની છાલનો લેપ કરવાથી થોડા દીવસોમાં ગાંઠ ઓગળીને બેસી જાય છે.

(૩) બરોળ અને લીવરના સોજા પર વરણાની છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો મટી જાય છે. એક ચમચી છાલના ભુકાનો ઉકાળો કરી પીવો.

(૪) વાયવરણો, સુંઠ, જવખાર, ગોળ અને ગોખરુંનો ઉકાળો પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

(૫) વરણો અને સરગવાની છાલનો ઉકાળો પીવાથી પેશાબના રોગો અને પથરી મટે છે.

(૬) પેશાબ અટકી જતો હોય, જોર કરવાથી અટકી અટકીને આવતો હોય તો વરણો, સરગવો અને ગોખરુ સમાન ભાગે લઈ ઉકાળો કરીને પીવો.

(૭) કાન નીચે મમ્પસ-ગાલપચોળીયા-લાપોટીયાનો સોજો આવ્યો હોય તો વરણાની છાલનું ચુર્ણ અને હળદરનું સમાન ભાગે મીશ્રણ કરી લેપ કરવાથી લાપોટીયું મટે છે.

(૮) આંતરડાનો અંદરનો સોજો, એપેન્ડીસાઈટીસ, ફેરીન્જાયટીસ, પેરીકાઈટીસ વગેરે સવાર-સાંજ વરણો અને સાટોડીનો ઉકાળો પીવાથી મટે છે.

(૯) વરણો પેટમાં આહારનો સડો અને વાછુટની દુર્ગંધ મટાડે છે. જેને ઉર્ધ્વ વાયુથી ઓડકાર આવતા હોય, વાયુથી પેટ ફુલી જતું હોય તેને વરણો સારો ફાયદો કરે છે. એ વાયુની ગતી અધોગામી કરે છે.

(૧૦) યકૃતની ક્રીયાને સુધારનાર હોવાથી તે પીત્તસારક ગણાય છે. આથી તે પીત્તની પથરી(ગોલ બ્લેડર)માં ખુબ જ હીતાવહ છે.

(૧૧) હરસ સુકા હોય તો વરણાનો ઉકાળો સવાર-સાંંજ પીવાથી ફાયદો થાય છે.

(૧૨) પાકેલા ગુમડા પર વરણાના પાનનો લેપ કરવાથી ગુમડું પાકીને ફુટી જાય છે.

વડ (ચાલુ)

ઓક્ટોબર 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વડ (ચાલુ) (૩) વડનાં પાકાં લાલ ફળ(ટેટાં) બીજ સહીત ખાવાથી સારી શક્તી મળે છે.

(૪) હાડકું વધ્યું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ(ઉપલેટ) અને સીંધવ ચોપડી ઉપર વડની છાલ મુકી પાટો બાંધી રાખવો. ૧૦થી ૧૫ દીવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.

(૫) વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસુરની દાળ દુધમાં ખુબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.

(૬) વડની ટીશીઓ રોજ ગાયના દુધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે.  વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સુકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.

(૭) સડેલા દાંતોમાં વડનું દુધ મુકવાથી સખત દુખાવો પણ શાંત થાય છે.

(૮) કમરના અને ઘુંટણના દુખાવા ઉપર વડનું દુધ લગાડવાથી ખુબ રાહત થાય છે.

(૯) વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઉલટી મટે છે. ઉલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે.

(૧૦) વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરુર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચુર્ણ નાખવું.

(૧૧) દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.

(૧૨) ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે.

(૧૩) પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કુણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સુકવી ચુર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.

(૧૪) વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શક્યતા વધી જશે. પ્રસુતા પણ જો વડાંકુરોની ચટણીનું નીયમીત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધી સારી રીતે થાય છે.

(૧૫) વડના ટેટાનું ચુર્ણ સ્ત્રી-પુરુષ બંને નીયમીત સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દુર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે.

(૧૬) પેટની અને આંતરડાંની ગરમી દુર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે.

(૧૭) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી સેવન કરવું. તે પીત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળીયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે.

(૧૮) લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કુણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.

(૧૯) તમામ જાતની અશક્તીમાં વડનું દુધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય ત્યારે વડનું દુધ પતાસામાં આપવું.

(૨૦) હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દુધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે.

લીંડીપીપર

સપ્ટેમ્બર 25, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

લીંડીપીપર : લીંડીપીપર રસાયન છે. જેનાથી રોગો અને વાર્ધક્યનો નાશ થાય તેને રસાયન કહે છે.

એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખી પણ ગરમ નથી, પચ્યા પછી મધુર, સ્નીગ્ધ તથા વાયુ અને કફનાશક છે. પચવામાં હલકી અને રેચક છે.

લીંડીપીપર શ્વાસ, ઉધરસ, કફના રોગો, પેટના રોગો, જ્વર, કોઢ, પ્રમેહ, ગાંઠ, હરસ, બરોળ, શુળ તથા આમવાયુને મટાડનારી છે.

પીપરનું ચુર્ણ વીવીધ અનુપાનો સાથે લેવાય છે. મધ સાથે લેવાથી કફના રોગ અને મેદ મટે છે. શ્વાસ, ઉધરસ તથા કફજ્વર મટાડે છે. વીર્ય વધારે છે, બુદ્ધીને હીતકારી, મંદ જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર અને સારી ઉંઘ લાવે છે

(૧) ૨.૫ થી ૩ ગ્રામ જેટલું લીંડીપીપરનું ચુર્ણ સારી રીતે ઘુંટી, લોખંડના પાત્રમાં કાલવીને રાખી મુકવું. સવારે અડધા કપ  પાણી સાથે પી જવું. એકાદ વર્ષ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો. જીર્ણજ્વર, રક્તાલ્પતા-પાંડુરોગ, શરદી તથા કફના રોગોમાં આ પ્રયોગ અતી ઉત્તમ છે. તેમાં પરેજીની જરુર નથી.

થોર

એપ્રિલ 10, 2009

થોર : સંસ્કૃતમાં થોરને સમન્તદુગ્ધા કહે છે. समन्तात दुग्धमस्थ ईति समन्तदुग्धा. જેમાં બધે જ દુધ છે તે સમન્તદુગ્ધા. થોરનો પ્રત્યેક ભાગ દુધથી ભરેલો છે.

એનું દુધ તીવ્ર વીરેચક છે. આથી ચીકીત્સકની સલાહ વીના એનો ઉપયોગ કરવો નહીં. જળોદરનું એ ઉત્તમ ઔષધ છે.

(૧) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર-સાંજ લગાડવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.

(૨) ગમે તેવાં કઠણ ગડગુમડ કે ગાંઠ હોય તે ઉપર થોરનાં પાન ગરમ કરીને બાંધવાથી ગાંઠ વીખેરાઈ જાય છે કે ફુટીને મટી જાય છે.

ચીત્રક

ફેબ્રુવારી 17, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચીત્રક : ભારતના બધા ડુંગરોમાં ચીત્રક થાય છે. એના છોડ ત્રણથી છ ફુટ ઉંચા અને બહુવર્ષાયુ હોય છે. ડાળો ગોળ, શાખાઓ અનેક, પાન આંતરે લંબગોળ અને મોગરા જેવાં લીલાંછમ, ફુલ ગુચ્છામાં જાઈ જેવાં શ્વેત અને એકબીજાને ચોંટેલાં હોય છે.

એના મુળની છાલ તીખી હોય છે. કોમળ પાનની ભાજી ખવાય છે. તેનાં પાન અને મુળની તાજી છાલ જ ઔષધમાં વાપરવી, જે રતલામ તરફની સારી આવે છે.

ચીત્રક પચવામાં હલકો, મળને ખોતરીને ઉખેડનાર, ભુખ લગાડનાર, આહાર પચાવનાર, હરસ, ઉદરશુળ, વાયુ, કફ, સોજા, મળમાર્ગનો સોજો, સંગ્રહણી, પાંડુરોગ(રક્તાલ્પતા), કૃમી વગેરેનો નાશ કરે છે. સંગ્રહણીમાં તેનો ઉપયોગ ખુબ થાય છે.

(૧) ચીત્રકમુળની છાલના અડધી ચમચી ચુર્ણમાં સહેજ પાણી નાખી એક સ્વચ્છ માટીના પાત્રમાં ચોપડી એમાં દહીં જમાવી તેની છાસ દરરોજ બપોરે પીવાથી હરસ મટે છે. આ પ્રયોગ લાંબા સમય સુધી કરવો. અતીસાર, સંગ્રહણી અને પેટના રોગોમાં પણ એ સારો ફાયદો કરે છે.

(૨) છાયામાં સુકવેલી ચીત્રકની છાલનું પા(૧/૪) ચમચી ચુર્ણ ઘી, મધ કે દુધ સાથે એક વર્ષ સુધી લેવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી શકાય છે. એક માસ લેવાથી વાયુના રોગો મટે છે.

(૩) ગોમુત્ર સાથે લેવાથી કોઢ મટે છે.

(૪) છાસ સાથે લેવાથી હરસ મટે છે. આ ઉપચાર વખતે બ્રહ્મચર્ય પાળવું અને હીતકર અન્નપાન લેવાં.

(૫) વજન ઘટાડવા માટે રોજ ચીત્રકમુળની છાલનું એકથી બે ગ્રામ ચુર્ણ મધ સાથે ચાટવું.

(૬) ચીત્રકમુળના ચુર્ણમાં પાણી નાખી લેપ કરવાથી બદની ગાંઠ કે ગુમડું ફુટી જાય છે અને સોજો ઉતરે છે.

(૭) એકથી બે વાલના દાણા જેટલું ચીત્રકમુળનું ચુર્ણ ચાટવાથી ભુખ લાગે છે, આહારનું પાચન થાય છે, મળમાર્ગનો સોજો અને હરસ મટે છે.

વાયુ, પીત્ત અને કફના રોગોમાં દોષ મુજબ અનુપાન સાથે પા ચમચી ચીત્રકમુળનું ચુર્ણ સવાર-સાંજ લેવાથી સર્વ રોગહર ઔષધોમાં એના જેવું બીજું કોઈ ઔષધ નથી. પરંતુ ગર્ભવતી સ્ત્રીએ ચીત્રકનો ઉપયોગ કરવો નહીં.

ગુગળ

ફેબ્રુવારી 4, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગુગળ : ગુગળ બહુ મોંઘો મળતો હોવાથી એમાં ભેળસેળની શક્યતા રહે છે. રોગ મટાડવામાં ગુગળ સાવ નીષ્ફળ જાય તો એ બનાવટી હોવાની શક્યતા છે. ગુગળ એક વનસ્પતીનો સુગંધી ગુંદર છે. સાચો ગુગળ અગ્નીમાં નાખતાં વેંત બળી જાય છે, તથા ગરમ પાણીમાં તરત જ ઓગળી જાય છે. નકલી ગુગળમાં આમ બનતું નથી.

ગુગળના ચારથી બાર ફુટ ઉંચાં ઝાડવાં કચ્છ, સૌરાષ્ટ્ર, મારવાડ અને સીંધ જેવા સુકા પ્રદેશોમાં થાય છે. ઔષધમાં ગુગળના થડમાં ચીરો કરી જે રસ નીકળે તે ગુંદર જ વપરાય છે. ગુગળનું ઝાડ સફેદ રંગનું, ડાળો વાંકીચુકી, છાલ લીલાશ પડતી સહેજ પીળી અને કાગળ જેવી થડ પરથી ઉખડતી રહે છે. તેનાં પાન નાનાં નાનાં, ડાળને છેડે આવેલાં ચીકણાં અને ચમકતાં હોય છે. તેનાં ફળ નાનાં, સુગંધી, ખુશ્બોદાર અને પાકે ત્યારે લાલ હોય છે. તેનાં ફળને ગુગળીયા કહે છે. ફળ મોંમાં રાખવાથી મોં ચોખ્ખું અને સુગંધીત રહે છે.

ગુગળ કડવો, તીખો, ગરમ, રસાયન, વાજીકર, ચીકણો, વાયુનું અનુલોમન કરનાર, વાયુના રોગોનો નાશ કરનાર, ભગંદર, નાસુર જેવા રોગોનો નાશ કરનાર, ભરનીંગળ કરતાં ઘારાં પર ઉપયોગી, ભાંગેલાં હાડકાંને સાંધનાર, જઠરાગ્ની વધારનાર અને જુનો ગુગળ વજન ઘટાડનાર છે.

ગુગળની બનાવટોનો ઉપયોગ કરતી વખતે પરેજીમાં ખાટા અને તીક્ષ્ણ આહારદ્રવ્યો, મૈથુન, પરીશ્રમ, તડકો અને મદ્યપાનનો ત્યાગ કરવો.

(૧) ઘરમાં ગુગળનો ધુપ કરવાથી હવા ચોખ્ખી રહે છે અને જીવજંતુઓ–જીવાણુઓ મરી જાય છે.

(૨) ત્રીફળા ગુગળની બે બે ગોળી સવાર-સાંજ લેવાથી ભગંદર, નાસુર, રક્તવીકાર મટે છે, મેદ ઘટે છે.

(૩) કાંચનાર ગુગળની બે બે ગોળી સવાર-સાંજ લેવાથી ગળાની જુની કંઠમાળની ગાંઠો મટી જાય છે.

(૪) રોજ સવારે અને રાત્રે મેદોહર ગુગળઅથવા તો ત્રીફળા ગુગળની બબ્બે ગોળી ભુકો કરીને અથવા સુખોષ્ણ જળ સાથે લેવાથી મેદ ઘટીને વજન ઉતરે છે.

(૫) સાંધાના વા માટે મહાયોગ રાજ ગુગળ, પરુ, ચાંદા અને મેદરોગ ઘટાડવા માટે ત્રીફલા ગુગળ અને ગાંઠો મટાડવા માટે કીશોર ગુગળ લેવો.

કુંવારપાઠુ

જાન્યુઆરી 7, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કુંવારપાઠાને અંગ્રેજીમાં યલો પ્લાન્ટ કહે છે. એના પાનના ગર્ભને લાબુ કહે છે, તથા છોડને પણ કેટલાક લોકો લાબુ કહે છે. એને બહુ પાણીની જરુર નથી. રેતીમાં એ બહુ સારી રીતે થાય છે. દરીયા કીનારે વધુ ફુલે ફાલે છે. ભારતમાં બધે જ થાય છે, પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વધુ થાય છે. જમીનમાં કે કુંડામાં જામી ગયા પછી તેનાં જાડાં દળદાર રસભર્યાં પાન ચોતરફ કાઢે છે. કુંવારપાઠાના છોડ બેત્રણ ફુટ ઉંચા અને દળદાર લાંબાં અણીયારા પાનવાળા થાય છે. પાનને કીનારે ધાર પર અણીદાર કાંટા હોય છે.

કુંવારના પાનની વચ્ચે જ કારતક-માગસરમાં લાંબો પુષ્પદંડ નીકળે છે, જેને શેલડા કે શેલરા કહે છે. એ સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. એનું શાક અને અથાણું થાય છે. કુંવારની મીઠી અને કડવી બે જાતો થાય છે. કડવી જાતનાં પાન જાડાં, રસદાર અને ગરભથી ભરેલાં હોય છે. મીઠી કુંવારનાં પાન ઓછાં જાડાં અને નાનાં હોય છે. ગુણોની દૃષ્ટીએ બંને સરખી હોવાથી દવામાં બંને વપરાય છે.

પાનની અંદરનો સુકવેલો ગરભ એળીયો કહેવાય છે. એનાં પાન કાંટાવાળી ધારવાળાં, ભરાવદાર, લાંબાં અને અંદરથી ઘી જેવી લુવાબથી ભરેલાં હોય છે. આ પાનમાં ખુબ ગર્ભ-ઘાટો રસ ભર્યો હોય છે. તેના ગર્ભને કાઢી થોડી વાર રાખવાથી રસ થઈ જાય છે. ચોમાસમાં આ છોડની વચ્ચેથી એક દાંડી નીકળે છે, જેના પર ફુલ આવે છે. ફુલ બહારથી નારંગી રંગનાં, અંદરથી પીળાશ પડતાં અને ઉગ્ર ગંધવાળાં હોય છે. આ ફુલ સાકર જેવાં મીઠાં હોય છે. ફુલની દાંડી અને પાન બંનેનાં અથાણાં થાય છે. આ અથાણાં યકૃત-લીવરના રોગોનું ઉત્તમ ઔષધ છે.

કુંવારપાઠાના રસમાંથી એળીયો બનાવવામાં આવે છે. એળીયો મળને ખસેડનાર અને રેચક છે, તથા માસીકની શુદ્ધી કરે છે અને માસીક નીયમીત લાવે છે. યકૃત અને બરોળનું એ ઉત્તમ ઔષધ છે. કુંવારપાઠુ ત્રીદોષહર છે.

લાબુ-કુંવારપાઠુ મળને ભેદનાર, શીતળ, કડવું, નેત્રને હીતકર, રસાયન, મધુર, બૃંહણ, બળકારક, વીર્યવર્ધક તથા વાયુ, વીષ, ગુલ્મ, પ્લીહા, યકૃત, વમન, કફ, જ્વર, ગ્રંથી, અગ્નીદગ્ધ વ્રણ, વીસ્ફોટ, રક્તપીત્ત અને ચામડીના રોગો દુર કરનાર છે. ટુંકમાં કુંવાર રેચક, શોધક અને પીત્તશામક છે. લાબુના પાન વચ્ચેનો ગર-માવો અડધી ચમચી જેટલો સવાર-સાંજ લેવો. કુમાર્યાસવમાં મુખ્ય ઔષધ કુંવારપાઠું છે. એનાથી લીવરના રોગો, બરોળ વધી જવી, સ્ત્રીઓની માસીક સંબંધી વીકૃતીઓ, અકાળે માસીક બંધ થઈ જવું વગેરે મટે છે. પાંડુરોગ તથા રક્તાલ્પતામાં એ સારું પરીણામ આપે છે.

(૧) કુંવારના પાનને છરી વડે ચીરી ગર્ભ કાઢી તેમાં હળદર મેળવીને કમળાના રોગીને આપવાથી લાભ થાય છે. આ ગર્ભને ચોળી નાખવાથી રસ બને છે. આ રસ પણ એકથી બે ચમચી પીવાથી કમળો મટે છે.

(૨) આર્તવના દોષો, હરસ, આફરો, ગોળો અને કબજીયાતમાં કુંવારનો ગર્ભ અને હળદરથી ફાયદો થાય છે.

(૩) કુંવારપાઠાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે.

(૪) આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુ:ખાવો, બળતરા, રતાશ વગેરે ખુબ ઝડપથી મટે છે.

(૫) કુંવારપાઠાનું ઘી જેવું લાબુ ૧-૧ ચમચી સવાર-સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો મટે છે. લોહીની ઓછપ ઘટે છે. શક્તી વધે છે. થાક અને દુર્બળતા દુર થાય છે.

(૬) માસીક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય કે માસીકની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કુંવારપાઠાના નીયમીત સેવનથી તે મટે છે.

(૭) હાલતા-દુઃખતા દાંત પર કુંવારપાઠાનો રસ ઘસવાથી અને તેનો ટુકડો ચાવવાથી રાહત થાય છે.

(૮) આંખમાં કુંવારપાઠાનો રસ આંજવાથી આંખની તકલીફમાં રાહત થાય છે.

(૯) કુંવારપાઠું ડાયાબીટીસમાં અકસીર છે.

(૧૦) કાયમી ગૅસ, લીવર કે બરોળની તકલીફ, ભુખ ન લાગવી, અજીર્ણ, શુળ, અપચો,  વગેરેમાં ઘઉંના લોટમાં કુંવારપાઠાનો રસ નાખી રોટલી-ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે.

(૧૧) કુંવારપાઠાનો એકથી દોઢ ઈંચ લાંબો ટુકડો સવાર-સાંજ ખાવાથી કબજીયાત દુર થાય છે.

(૧૨) કુંવારપાઠાનો એક ચમચો રસ દીવસમાં ત્રણ વાર લેવાથી તેમ જ પેટ પર તેનો લેપ કરવાથી જલંધરમાં રાહત થાય છે.

(૧૩) કુંવારપાઠાના પાનના કાંટા કાઢી, વાટીને હળદર-મીઠું ભેળવી થોડું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી રાહત થાય છે.

(૧૪) મોં આવ્યું હોય તો કુંવારનો રસ સાકર સાથે લેવો.

(૧૫) એસીડીટીમાં કુંવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે.

(૧૬) કુંવારપાઠાના રસમાં અડધી ચમચી હળદર નાખી દીવસમાં બે વાર પીવાથી તાવમાં રાહત થાય છે. કપાળ અને પગના તળીયે તેનો રસ ઘસવાથી તાવ તરત ઉતરી જાય છે.

(૧૭) થાઈરૉઈડમાં કુંવારનો દોઢથી બે ઈંચનો ટુકડો ખાવાથી ફાયદો થાય છે. હળદર-અને મીઠું નાખેલો કુંવારનો રસ ગરમ કરી ગળા પર લેપ કરવાથી રાહત રહે છે.

(૧૮) કુંવારરસના સેવનથી યુવાની લાંબો સમય ટકી રહે છે.

(૧૯) શરીરના ખુલ્લા અંગો પર કુંવારપાઠું ઘસવાથી વાતાવરણની અશુદ્ધીઓની અસર થતી નથી. ચામડીનો વાન ઉજળો થાય છે.

(૨૦) માથાના વાળના રક્ષણ માટે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી, વાળ સુકવી દેવા. થોડા સમય બાદ માલીસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર કાળા બને છે, તથા વાળની વૃદ્ધી પણ થાય છે.

(૨૧) કુંવારનો ગર્ભ સાકર નાખી પીવાથી તાવનો દાહ શાંત થાય છે.

(૨૨) કુંવારનો રસ મોઢે ચોપડવાથી મોઢાનાં કાળાં ધાબાં-ડાઘા દુર થાય છે.

(૨૩) કુંવારનો રસ હળદર મેળવી પીવાથી બરોળ અને યકૃતની વૃદ્ધી મટે છે.

(૨૪) કુંવારના પાનના રસમાં હળદર, મધ અને સીંધવ મેળવી સવાર-સાંજ પીવાથી શ્વાસ-દમમાં કફ છુટો પડે છે.

(૨૫) અડધી ચમચી કુંવારનો ગર્ભ ખાઈને ઉપર એક ગ્લાસ ગરમ દુધ પીવાથી મળ એકદમ સાફ ઉતરે છે.

કુમાર્યાસવઃ કુંવારપાઠું (લાબુ કે લાબરું)માંથી બનાવવામાં આવતી એક પ્રવાહી દવાનું નામ છે કુમાર્યાસવ. ઘણી ફાર્મસીઓ આ દવા બનાવે છે. સારી ફાર્મસીની આ દવા ચારથી છ ચમચી જેટલી દરરોજ સવાર-સાંજ લેવાથી અનીયમીત માસીક, ઓછું માસીક, વધુ પડતું માસીક, કષ્ટદાયી માસીક વગેરે ત્રણથી ચાર માસના ઉપચારથી મટી જાય છે. વળી એનાથી ગર્ભાશયનો ક્ષય, વાતવ્યાધી, અપસ્માર, ઉધરસ, ક્ષય, આઠ પ્રકારના ઉદર રોગો, મંદાગ્ની, લીવરના રોગો, હરસ, બરોળના રોગો, સ્ત્રીબીજ ન બનવું વગેરે અનેક રોગોમાં પણ ફળદાયી પરીણામ મળે છે.