Archive for નવેમ્બર 2nd, 2010

મુત્રકૃચ્છ્ર

નવેમ્બર 2, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મુત્રકૃચ્છ્ર એટલે ટીપે ટીપે પેશાબ થવો તે. એટલે કે પેશાબ છુટથી ન થવાની તકલીફ.

(૧) ૨૦ ગ્રામ કીસમીસ દ્રાક્ષ અને નાની એલચીના દાણા ૨ ગ્રામ ચટણીની જેમ પીસીને ૨૫૦ મી.લી. પાણીમાં મેળવી, ગાળી, સાકર નાખી પીવાથી તાપ-તડકામાં ફરવાથી ગરમીને લીધે થયેલ મુત્રકૃચ્છ્ર મટે છે.

(૨) કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, સાકર નાખી પીવાથી મુત્રકૃચ્છ્ર મટે છે.

(૩) કાળી દ્રાક્ષનો ઉકાળો કરી પીવાથી મુ્ત્રકૃચ્છ્ર મટે છે. (૪) કાકડીનાં બીનો મગજ, જેઠીમધ અને દારુહળદરનું ચુર્ણ ચોખાના ઓસામણમાં પીવાથી મુત્રકૃચ્છ્ર અને મુત્રાઘાત મટે છે.

(૫) ગરમ દુધમાં સમભાગે સાકર અને ઘી મેળવી પીવાથી બળતરાવાળો મુ્ત્રકૃચ્છ્ર મટે છે.

(૬) દહીંમાં સાકર મેળવી પીવાથી મુત્રકૃચ્છ્ર મટે છે.

(૭) ગાયના ગરમ દુધમાં ઘી અને સાકર કે ગોળ નાખી પીવાથી મુ્ત્રકૃચ્છ્ર મટે છે.

(૮) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વૉટર કહે છે. એ પીવાથી મુત્રકૃચ્છ્ર મટે છે.

(૯) નાળીયેરના પાણીમાં ગોળ અને ધાણા મેળવી પીવાથી બળતરા સાથેનો મુત્રકૃચ્છ્ર મટે છે.

(૧૦) આમળાંનો રસ અને શેરડીનો રસ એકત્ર કરી પીવાથી મુત્રકૃચ્છ્ર મટે છે.

(૧૧) મુત્રકૃચ્છ્રમાં ગરમ પાણીમાં બેસવાથી લાભ થાય છે. (૧૨) સકરટેટી કે ચીભડાનાં બીની મીંજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી મુત્રકૃચ્છ્ર મટે છે.

(૧૩) છાસમાં ગોળ મેળવી પીવાથી મુત્રકૃચ્છ્ર મટે છે.

(૧૪) ખુલાસાથી પેશાબ ન થતો હોય તો તડબુચનાં બી પીસી ૧૫ ગ્રામ પાણીમાં મેળવી સાકર નાખી પીવાથી અને તડબુચની છાલ પીસી પેઢા પર લેપ કરવાથી પેશાબ છુટે છે.

(૧૫) પેશાબ બંધ થઈ ગયો હોય કે ટીપે ટીપે થતો હોય, પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો ૧૦-૨૦ ગ્રામ ગોળ પાણીમાં ઓગાળી ગાળીને પીવાથી તરત રાહત થાય છે. બીજા રોગના લક્ષણ રુપે આ ફરીયાદ હોય તો મુળ રોગનાં ઔષધો લેવાં.

(૧૬) હરડે, આમળાં, જેઠી મધ, નાના ગોખરું, પાષાણભેદ, અરડુસી, ચણકબાબ, ગળજીભી, બ્રાહ્મી, શતાવરી અને સુગંધી વાળો સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો કરીને પીવાથી ઉનવા અને પથરી મટે છે.

(૧૭) ચંદનાદી ચુ્ર્ણ-સફેદ ચંદન, વાળો, અગર, તગર અને વાંસકપુરને સરખા ભાગે લેવાં, અને એ બધાંના વજન બરાબર સાકર લેવી. એનું બારીક ચુર્ણ દરરોજ ૨-૪ ગ્રામ સવાર-સાંજ દુધ સાથે લેવાથી મુત્રકૃચ્છ્ર, ઉનવા, દાહ, શીરઃશુલ અને તરસ મટે છે. મગજને ઠંડક થાય છે.

(૧૮) બજારમાં મળતાં તૈયાર ઔષધો જેમ કે ચંદનાદીવટી, ચંદ્રકલારસ, ગોક્ષુરાદી ક્વાથ, ગોક્ષુરાદી ઘૃત, ચંદનાસવ, સંગેપશબ, હજરતયહુદ ભસ્મ વગેરેમાંથી એક કે બે પસંદ કરી વાપરવાથી મુત્રકૃચ્છમાં સુંદર પરીણામ આપે છે.

(૧૯) અટકી અટકીને વેદના સાથે પેશાબ થતો હોય, અથવા પેશાબ છુટથી થતો ન હોય તો ચાર-પાંચ એલચી દાણા, એક ચમચી સાટોડીનો ભુકો અને એક ચમચી ગોખરુનો ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. ઉકાળતા જ્યારે અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજેતાજો બનાવીને પીવાથી મુત્રાવરોધ, મુત્રકષ્ટ, મુત્રદાહ મટે છે. આ ઔષધ પ્રયોગ સાથે જો અડધા ચમચા જેટલો ખાંડેલા જવનો ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવાથી અષ્ટીલા ગ્રંથીનો (પ્રોસ્ટેટનો) સોજો, મુત્રકષ્ટ, મુત્રાવરોધ, મુત્રમાર્ગનો ચેપ, પથરી અને સોજા મટી જાય છે. કીડનીના રોગોમાં પણ એ હીતાવહ છે.