Archive for નવેમ્બર 8th, 2010

મુત્રાશયની પથરી

નવેમ્બર 8, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

 (૧) આહારમાં ડુંગળીનો થઈ શકે એટલા વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો. ડુંગળીનો રસ ૧-૧ કપ દરરોજ ચાર કલાકને અંતરે લેવો. એકાદ માસ સુધી આ પ્રયોગ કરવાથી મુત્રાશયની પથરી દુર થવાની શક્યતા છે.

(૨) ભોંયરીંગણીના મુળનું ચુર્ણ મોટા ચણાના દાણા જેટલું (એટલે કે ૧/૪ ચમચી) મીઠા દહીં સાથે ખાવાથી સાત દીવસમાં જ પથરીના ચુરેચુરા થઈ જાય છે.

(૩) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચો બદામનું તેલ પી જઈ ઉપરથી હુંફાળું પાણી પીવાથી મુત્રાશયની પથરી ઓગળી જાય છે. મુત્રાશયની પથરીમાં બદામ પણ ફાયદો કરે છે, પણ બદામનું તેલ વધુ અકસીર છે.                                                                       વધુ માટે જુઓ લીન્ક :

gandabhaivallabh.wordpress.com/2010/07/26/પથરી/‎